'લૂ' એ લોકોએ ઘરમાં કેદ કર્યાઃ ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યાહને ચકલું નથી ફરકતું
- હિટવેવની જનજીવન ઉપર ઘેરી અસર પહોંચી
- આઈસ્ક્રીમ, ઠંડા પીણા, શેરડી, લીલા નાળિયેરના વેચાણમાં વધારો
ભુજ,બુધવાર
વાતાવરણમાં આવેલ પ્રતિકૂળ ફેરફારો વચ્ચે સૂર્યના આકરા તાપ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં સ્વયંભુ કરફ્યુ જેવું વાતાવરણ સર્જાતા માણસ તો ઠીક પશુ પંખી પણ જોવા મળતા નાથી. અને ખાસ કરીને બપોરના બાર વાગ્યા મધ્યાહનાથી માંડીને બપોરે ચાર વાગ્યા સુાધી બજાર એકદમ સૂમસામ ભાસે છે. ખાસ કરીને વાતાવરણમાં લૂ લાગવાના કારણે વૃધૃધો,મહિલાઓ અને નાના બાળકો ખાસ જરૃરિયાત વિના બહાર નીકળવાનું ટાળતા હોય છે.
વેપારીઓના જણાવ્યા મુજબ ,બપોર પછી બજારમાં એકદમ સન્નાટો છવાઈ જાય છે. અને મોડી સાંજ પછી ગ્રાહકો બજારમાં દેખા દે છે. ગ્રાહકો સવારના ભાગે આૃથવા મોડી સાંજ પછી જ ખરીદી માટે આવતા હોવાથી બજારના સમયમાં પણ હાલે ફેરફાર જોવા મળી રહ્યા છે.
જ્યારે આઈસ્ક્રીમ અને ઠંડા પીણાના વેપારીઓ એ જણાવ્યું હતું કે ,હાલમાં સખત ગરમીના કારણે ઠંડા પીણાં, બરફના ગોળા અને આઈસ્ક્રીમના વેચાણમાં હાલમાં બે ગણો વેચાણ વધ્યું છે.
હાઇવે રસ્તા પર લીલા નાળિયેરનું વેચાણ કરતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, લૂ અને ગરમીથી રાહત મેળવવા માટે લીલા નાળિયેર ના વેચાણમાં પણ ખાસ્સો એવો વાધારો થયો છે. અને હાલમાં છૂટકમાં એક નાળિયેર ૪૦ થી ૫૦ રૃપિયે વેચાય છે. ગ્રામ્ય વિસ્તારમાં મોડિફાઈડ કરેલ વાહનમાં જઈને શેરડીના રસનું વેચાણ કરતા મોહનભાઇ એ જણાવ્યું હતું કે દૈનિક સાત થી આઠ ગામમાં જઈને શેરડીના તાજા રસનું વેચાણ કરવામાં આવે છે.અને હાલે ઉનાળાની ગરમીમાં દૈનિક ૩૦૦ થી ૪૦૦ કિલો શેરડીના રસનું વેચાણ થાય છે.