ભુજના સહયોગનગર ચારરસ્તાના દબાણો હટાવવામાં પાલિકાની ઢીલાશ
- ખાલી જગ્યા દેખાઈ નહીં કે થઈ ગયું દબાણ
- અમુક લોકોએ પોતાની માલિકીની દુકાનો ભાડે આપી દીધી અને દબાણવાળી જગ્યામાં વેપાર ધંધા ચાલુ કરી નાખ્યા
ભુજ,શુક્રવાર
ભુજ શહેરને દબાણકારોએ જાણે ભરડો લીધો હોય તેમ ચારે કોર જ્યાં નજર નાખો ત્યાં દબાણો દેખાય છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં ઢીલાશના કારણે અનેક કિંમતી જમીનો દબાણગ્રસ્ત થઈ છે. સુાધરાઈ દ્વારા સેવાતા મૌન અંગે અનેક સવાલો ઉભા થયા છે. શહેરમાં સહયોગ નગર ચાર રસ્તા દબાણોથી ખદબદે છે. જ્યાં ખાણીપીણી અને નાસ્તા વાળાઓએ પાકા દબાણો ખડકી દઈ સરકારી કિંમતી જમીન પર પગપેસારો કર્યો છે.
ભુજની સૌથી મોટી ગણાતી રાવલવાડી રી-લોકેશન સાઈટમાં સહયોગનગર ચોકડી પાસે ભરપુર માત્રામાં દબાણો થયા છે. ભુજના એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન જતા મુખ્ય માર્ગ પર સરકારી જમીનમાં થયેલા દબાણો હટાવવા અંગે પાલિકાએ કોઈ તસ્દી લીધી નાથી. જેનો ગેરલાભ ઉઠાવી દબાણકારોએ પોતાના કાચા દબાણોને દુકાનોમાં ફેરવી પાકા દબાણો કરી લીધા છે. આટલું ઓછું હોતા આવી દબાણવાળી દુકાનમાં લાઈટ કનેકશન પણ મળી ગયા છે. અમુક દબાણકારોની પોતાની માલિકીની દુકાનો સહયોગ નગર સામે આવેલા ભાડાના વાણિજ્ય સંકુલમાં આવેલી છે. આવી દુકાનો ભાડે આપી દઈ આ સરકારી કિંમતી જમીનો પર દબાણ કરી વ્યવસાય કરી રહ્યા છે. ભુજમાં દબાણ હટાવવાની કામગીરીના દેખાડા કરનારી નગરપાલિકા આવા દબાણો હટાવવા અંગે ઢીલી નિતી અનેક સવાલો ઉભા કરે છે.
કચ્છમાં જ્યારે કોઈ મોટા રાજનેતા કે ઉચ્ચ કક્ષાના અિધકારીઓ આવે આવે કે કોઈ મહેમાનો આવે ત્યારે આ માર્ગ પરાથી જ પસાર થતા હોય છે. ત્યારે અતિ મહત્વના આ માર્ગ પર પાકા દબાણો તંત્રની નજરે ચડતા નાથી કે, જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવે છે. આવા વેાધક સવાલો જાગૃત નાગરીકો કરી રહ્યા છે.એટલું ઓછું હોતા આવી દબાણવાળી જમીનો ભાડે પણ અપાય છે. મતલબ દબાણ કરી અન્ય વ્યક્તિને ભાડે આપી આવક કરવામાં આવે છે. અને આવી અન્ય જગ્યાઓ પર દબાણ થાય છે. અહિં જીસકી લાઠી ઉસકી ભૈંસ જેવો તાલ સર્જાયો છે.
ખરેખર તો ભુજ નગરપાલિકાએ દબાણો હટાવવાના દેખાડા કરવાને બદલે સરકારી જમીન પર થતા દબાણોની સફાઈ કરી કિંમતી જમીનો ખુલ્લી કરાવવી જોઈએ અને દબાણકારો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તો અન્ય જગ્યાએ દબાણકારો દબાણ કરતા અટકી જાય પરંતુ જ્યાં સુાધરાઈ જ ઢીલી નિતી અપનાવતી હોય તો દબાણ હટાવવાની કામગીરી ક્યાંથી થાય?