માધાપરના યુવકને દુષ્કર્મ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રાજકોટની યુવતીએ 6 લાખ માંગ્યા
ઈન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીએ યુવકને હોટલમાં બોલાવી શરીર સંબંધ બાંધ્યા પછી
હનીટ્રેપ જેવા કિસ્સામાં યુવકને ફસાવવા જતા યુવતી ખુદ ફસાઈ
પાંચ લાખમાં યુવતી પતાવટ કરવા રાજી થઈ પરંતુ યુવકે મિત્રની સલાહ લીધા બાદ પોલીસ ફરિયાદ કરતા માધાપરમાંથી યુવતીને ઝડપી લેવાઈ
ભુજ: માધાપર રહેતા યુવક સાથે ઇન્ટ્રાગ્રામ પર મિત્રતા કેળવીને રાજકોટની યુવતીએ માધાપર હોટલમાં રૃમમાં બોલાવી પોતાની મરજીથી શરીર સબંધ બાંધ્યા બાદ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬ લાખની ખંડણી માગી હતી. ભોગ બનનાર યુવકે મિત્રની સલાહથી પોલીસ ફરિયાદ નોંધાવતાં માધાપર પોલીસે ગુનો નોંધીને યુવતીને ઝડપીને પકડી પાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માધાપર બાપાદયાળુનગરમાં રહેતા અને ભુજ તાલુકાના સુખપર ગામે આઇડીયલ સ્ટીલ નામે દુકાન ચલાવીને સ્ટીલના કઠોડા બનાવીને વેચતા વેપારી ડીકેશપુરી રામપુરી ગોસ્વામી (ઉ.વ.૩૧)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ગત ૧૯ મેના ફરિયાદીએ તેના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટ્રાગ્રામ પર ફીઝા મીર નામની યુવતીના વિડીયોને જોઇને નાઇસ વિડીયો એવી કોમેન્ટ કરી હતી. ત્યાર બાદ યુવતીએ ફરિયાદીને તુ સાઉથના હિરો જેવો લાગશ તવું કહ્યું હતું. ફરિયાદી અને યુવતી વચ્ચે મિત્રતા થઇ ગયા પછી બુધવારે સવારે યુવતીએ ફરિયાદી યુવકને જણાવ્યું હતું કે, પોતે કામસર ગાંધીધામ આવતી હોઇ માધાપર આવવાનું જણાવી ફરિયાદીને તેડવા આવવાનું કહ્યું હતું. યુવતી બુધવારે સાંજે માધાપર નવા બસ સ્ટેશન પર ઉતરી ત્યારે ફરિયાદી યુવક થાર ગાડીથી તેળવા ગયો હતો. બન્ને જણાઓ માધાપર વથાણ ચોકમાં હોટલ પર ચા પીધી હતી. ત્યારે બાદ યુવતીએ ફરિયાદી યુવકને જણાવ્યું હતું કે, તે માધાપરમાં હોટલમાં રોકાશે અને રાત્રે ભુજ બસ સ્ટેશન પર રાજકોટ જતી બસમાં તુ મને મુકી જજે બાદમાં બુધવારે સાંજે સાડા છ વાગ્યાના અરસમાં ફરિયાદી અને યુવતી બન્ને જણા માધાપરમાં શિવમપાર્ક સામે આવેલી હોટલ ભગુજીમાં ૨૦૫ નંબરના રૃમમાં રોકાયા હતા.
દરમિયાન યુવતીએ ફરિયાદી યુવક સાથે મરજીથી શારિરીક સબંધ બાંધ્યો હતો. બાદમાં હોટલ નીચે મારો મિત્ર આવ્યો છે. મળીને દસ મીનીટમાં જ આવુ છું કહીને યુવતી ગાયબ થઇ ગઇ હતી. યુવતી પરત ન આવતાં ફરિયાદી યુવક યુવતીને ઇન્ટ્રાગ્રામ પર મેસેજ કર્યો હતો. જે યુવતીએ જોઇને કોઇ જવાબ ન આપતાં ફરિયાદી યુવક હોટલમાંથી ચાલ્યો ગયો હતો. બાદમાં ગુરૃવારે સવારે યુવતી ફિઝા મીરે ફરિયાદીને ઇન્સ્ટ્રાગ્રામ પર મેસજ કરીને કહ્યું હતુ઼ કે, તે મારા પર દુષ્કર્મ ગુજાર્યુ છે. મે પોલીસમાં કેસ કર્યો છે. સમાધાન કરવું હોય તો, તુમ મને ૬ લાખ રૃપિયા આપી દે નહીંતો પોલીસ તને શોધી લેશે ફરિયાદી યુવક ગભરાઇ ગયો હતો. અને યુવતીને જવાબ આપ્યો હતો. કે, આટલા રૃપિયા ક્યાંથી કાઢું ત્યારે યુવતીએ પાંચ લાખમાં પતાવટ કરવાની વાત કરી હતી. ભોગબનાર યુવતે તેના મિત્ર ભાવિન સોનીની સલાહ લઇને માધાપર પોલીસ મથકે ફિઝા મીર રહે રાજકોટ સામે ગુનો નોંધીને યુવતીની માધાપરમાં હોટલમાંથી ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.