રાપરના ઘુડખર અભયારણમાં પ્રવેશતા અગરિયાઓને વન વિભાગે અટકાવ્યા
- વર્ષોથી મીઠું પકવતા હોવા છતાં
- ૧પ હજાર અગરીયાઓને રોજગારી છીનવાઈ જવાનો ભય
ભુજ, ગુરૃવાર
ઘુડખર અભ્યારણ રક્ષીત જાહેર થવાના કારણે મીઠાના અગરીયાઓ માટે રોજગારીનો પ્રશ્ન ઉપસૃથીત થયો છે. વર્ષોથી મીઠાના અગરીયાઓ રાપર વિસ્તારના રણ વિસ્તારમાં મીઠું પકવી પરીવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે આજે વન વિભાગ દ્વારા પ્રવેશ ન આપતા નાના અગરીયાઓ એકત્રીત થયા હતા. અને રણ વિસ્તારમાં પ્રવેશ આપી રોજગારી ન છીનવાય તે અંગે રજુઆત કરી હતી.
રાપર વિસ્તારના નાના અગરીયાઓ જે વંશ પરંપરાગત રીતે મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.આ વિસ્તારમાં સુકી ખેતી થવાના કારણે રોજગારીનો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે, ખેત પેદાશ ન થતી હોઈ બાપ દાદાના સમય થી આ વિસ્તારના અગરીયાઓ મીઠું પકવી રોજગારી મેળવતા હોય છે. આવા નાના દસ દસ એકર પટો ધરાવતા મીઠાના અગરીયાઓને આજે વન વિભાગ દ્વારા પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા. જેના કારણે અગરીયાઓ એકત્રીત થઈ આૃધીકારીઓને રજુઆત કરવામાં આવી હતી.
ઘુડખર અભ્યારણનો રક્ષીત વિસ્તાર હોવાથી વન વિભાગ દ્વારા પ્રવેશ આપતા રોકવામાં આવ્યા હતા. જેના કારણે નાના પાયે મીઠું પકવતા પંદર હજાર જેટલા અગરીયાઓ બેરોજગાર થઈ ગયા છે. એક રીતે કહેવાય તો તેઓની રોજગારી છીનવાઈ ગઈ છે. એક બાજુ સુકી ખેતી હોવાના કારણે અન્ય કોઈ ખેતપેદાશ લઈ શકાય તેમ નાથી. ત્યારે ૬૦-૬૦ વર્ષ થી મીઠું પકવતા નાના અગરીયાઓ હવે ૬૦ વર્ષની ઉમરે કયો ધંધો કરવો? તે મોટો પ્રશ્ન ઉપસૃથીત થયો છે.
રાપરના આડેસર, વરણુ, સુખપર,ટગા,પંડયાગઢ, જીલાની નગર, મેઘાસરા વાંઢ,કાયાવાંઢ, વીડીવાંઢ,બાભણસર, વીજાપર,નાદા,લખાગઢ, ભુરાવાંઢ, માંડવીયા વાંઢ જેવા વિસ્તારના નાના અગરીયાઓને પ્રવેશ ન અપાતા આજે સવારે વનવિભાગના આૃધીકારી સમક્ષ નાના અગરીયાઓએ એકત્ર થઈ રજુઆત કરવામાં આવી હતી. અને રણ વિસ્તારમાં મીઠું પકવતા લોકોને પ્રવેશ આપવામાં આવે જેાથી નાના અગરીયાઓની રોજગારી ન છીનવાય તે દિશામાં પગલા લેવા અંગે માંગણી કરવામાં આવી હતી.
નાના અગરિયાઓને નો એન્ટ્રી અને રણ માફીયાઓને લાલ જાજમ?
કચ્છનું નાનું રણ સુરજબારી થી લઈને સાંતલપુર સુાધી આવેલ છે. જેમાં રણ એક જ છે પણ અમીર અને ગરીબ માટે કાયદા અલગ છે. રાપરના આડેસર થી સાંતલપુર વિસ્તારમાં મીઠાના નાના અગરીયાઓને નો એન્ટ્રી ફરમાવવામાં આવે છે. જ્યારે શિકારપુર જેવા વિસ્તારમાં રણ માફીયાઓ દ્વારા એક લાખ એકર કરતા વાધારે જમીન પર બિન અિધકૃત દબાણ કરીને બેઠા છે તેમના પર વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નાથી. અને મોટા લોકો માટે વન વિભાગ દ્વારા લાલ જાજમ પાથરી આપી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.