ભુજના વેરહાઉસમાં ઈવીએમ-વીવીપેટ સીલ કરવાની કામગીરી રાતભર ચાલી
- ભુજની સરકારી એન્જિનિયર કોલેજ ખાતેથી ખાસ ટ્રકમાં પોલીસ બંદોબસ્ત હેઠળ મામલતદાર કચેરી હસ્તકના વેરહાઉસમાં લવાયા બાદ સુરક્ષિત કરાયા
ભુજ,શુક્રવાર
કચ્છ જિલ્લાની વિાધાનસભાની ૬ બેઠકોની મતગણતરી ભુજની સરકારી ઇજનેરી કોલેજ ખાતે પૂર્ણ થયા બાદ આ તમામ વિાધાનસભા બેઠકોનાં ઇવીએમ-વીવીપેટ અને બેલેટ યુનિટ પોલીસ બંદોબસ્ત હેઠળ ભુજ ખાતે મામલતદાર કચેરી ખાતેના વેરહાઉસમાં લાવી સીલ કરવામાં આવેલ હતા.
આ ઈવીએમ વેરહાઉસમાં ચૂંટણી અિધકારી અને રિટનગ ઓફીસરોની ઉપસિૃથતિમાં ઇવીએમ-વીવીપેટ અને બેલેટ યુનિટ વિાધાનસભા બેઠકો વાઈઝ સીલ કરવામાં આ કામગીરી રાતભર ચાલી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લાની વિાધાનસભાની ૬ બેઠકોના ૧૮૬૨ જેટલા મતદાન બુાથો પર મતદાન થયું હતું.
જે બાદ તા. ૧લી ડીસેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ આ તમામ બુાથોના ઈવીએમ-વીવીપેટ પોલીસ પ્રોટેકશન હેઠળ ભુજની સરકારી કોલેજ પર લાવવામાં આવ્યા બાદ ગઇકાલે મતગણતરી હાથ ધરવામાં આવી. મતગણતરી આ પ્રક્રિયા બાદ વિાધાનસભા બેઠકો વાઇઝ મતગણતરીનો રિપોર્ટ ચૂંટણીને મોકલી દેવાયો હતો. જે બાદ વિાધાનસભા બેઠક મુજબ ઇવીએમ ખાસ ટ્રકોમાં પોલીસ બંદોબસ્ત હેઠળ ભુજમાં મામલતદાર કચેરી હસ્તકના ઈવીએમ વેર હાઉસમાં લાવી સીલ કરી દેવામાં આવેલ હતા.