સોમવારથી માતાના મઢના દ્વાર ખૂલશે આરતી સમયે શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં
- દર્શનાર્થીઓ માટે ઉતારા અને પ્રસાદની વ્યવસ્થા હાલ પુરતી બંધ
- લોકોએ કતારમાં એકબીજા વચ્ચે બે ગજનું અંતર રાખવું પડશે મોઢે માસ્ક બાંધવું પડશે ઃ પ્રસાદ ચડાવવા પર રોક
ભુજ,બુધવાર
લોકડાઉન-૫માં સરકારે ધાર્મિક સ્થાનો ખુલ્લા મુકવાની આપેલી છુટ બાદ તા.૮મીથી માતાના મઢના દરવાજા ભાવિકો માટે ખુલ્લા મુકાશે. જો કે મંદિરમાં પુજા-અર્ચના સમયે ભાવિકોને પ્રવેશની છુટ નહીં મળે.
આ અગે માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આ મહામારીકાળમાં સાવચેતીના ભાગરૃપે કેટલાક નિર્ણયો લેવાયા છે. જેાથી સામાજિક અંતર જળવાઈ રહે ઉપરાંત મંદિરમાં ભીડને નિવારી શકાય. તા.૮થી મંદિર દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે ત્યારે મંગળા આરતી સવારે ૫.૩૦ કલાકે , ધુપ આરતી સવારે ૯ કલાકે, સાય સંધ્યા આરતી ૭.૩૦ કલાકે થશે ત્યારે મંદિરમાં પુજારી સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહી. કારણે કે આરતીના સમયે હજારો ભાવિકોની હાજરી સામાન્ય દિવસોમાં રહેતી હોય છે જેાથી ચેપ ફેલાવવાની શક્યતા હોવાથી હાલના સમયે આ નિર્ણય લેવાયો છે. તો દર્શન સમયે પણ ભાવિકોની લાગતી લાંબી કતારોમાં લોકોને એકબીજાથી બે ગજનું અંતર ફરજિયાત રાખવું પડશે. મોઢા પર માસ્ક પહેરેલું હશે તેઓને જ અંદર પ્રવેશ અપાશે તેમજ મંદિર ગેટ પાસે ભાવિકોને સાબુાથી હાથ સાફ કરવાના રહેશે. સામાન્ય દિવસોમાં આવતા સેંકડો પ્રવાસીઓ માટે મંદિર દ્વારા પ્રસાદ અને ઉતારાની વ્યવસૃથા કરાતી હોય છે પરંતુ હાલના સમયે બંને વ્યવસૃથા બંધ રાખવામાં આવી છે. ઉપરાંત દર્શનાર્થે આવતા લોકો પુજા માટે શ્રીફળ અને પ્રસાદ ચડાવતા હોય છે જે હાલના ટાંકણે બંધ રાખવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ માત્ર દર્શન કરીને જ પરત ફરવાનું રહેશે કોઈપણ પ્રકારનો ચડાવો સ્વીકારવામાં આવશે નહી.