Get The App

કમલમ ફ્રુટથી મુખ્યમંત્રીની તુલા કરાઈ, કાર્યક્રમ બાદ બોક્સમાંથીં કેળાં નીકળ્યાં !

- ભુજમાં ભાજપ પ્રેરિત સ્નેહ મિલનના કાર્યક્રમ વેળાનો વિડીયો વાઈરલ થતા રમૂજની સાથે અનેક સવાલ

- ગત રોજ મુખ્યમંત્રીની ઉપસિૃથતીમાં ભુજ ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસિૃથત હજારો લોકોએ મુખ્યમંત્રીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
કમલમ ફ્રુટથી મુખ્યમંત્રીની તુલા કરાઈ, કાર્યક્રમ બાદ બોક્સમાંથીં કેળાં નીકળ્યાં ! 1 - image

ભુજ,ગુરૃવાર

કચ્છમાં એક સપ્તાહમાં બીજી વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી કચ્છ પ્રત્યેની લાગણી દર્શાવી હતી. ગત રોજ બુાધવારે ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં હજારોની મેદનીની હાજરીમાં જાહેર મંચ ઉપર મુખ્યમંત્રીની કમલમ ફ્રુટ દ્વારા તુલા કરવામાં આવી હતી.  આ વેળાએ ભાજપના મોવડીઓએ પણ આસપાસ ઉભા રહીને ફોટા પડાવ્યા હતા પરંતુ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંચ પાસે રાખવામાં આવેલા કમલમના બોક્સ ખોલતા તેમાંથી કિંમતી કમલમ ફ્રુટને બદલે સસ્તા ભાવના કેળા નિકળ્યા હતા. આ બનાવે સોશ્યિલ મિડીયામાં ભારે એવી ચકચાર જગાવી છે.

ગેવાનોએ મંચ ઉપર જઈને રૃબરૃ મળીને આવકાર આપ્યો હતો. પરંતુ, જાહેર મંચ ઉપર તુલાની ઘટનાએ રમુજ સર્જયો છે. સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની અગ્રણીઓ દ્વારા તુલા કરવામાં આવી હતી. જેમાં બોકસ કમલમના હતા પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બોકસ ખોલતા એક બોકસ સિવાય અન્ય બોકસમાંથી કેળા નિકળ્યા હતા.  જેનો વિડીયો સોશ્યિલ મિડીયામાં ફરતો થતા ખુદ મુખ્યમંત્રી સાથે છેતરપીંંડી થઈ હતી. કમલમની જગ્યાએ કેળા કેવી રીતે પહોંચી ગયા સહિતના અનેક સવાલો પેદા થયા છે. જો કે, આ રમુજ અને ગંભીર ઘટનાએ કચ્છ સહિત ગુજરાત ભાજપમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.


Google NewsGoogle News