Get The App

કચ્છી હસ્તકળાનો બેનમૂન ખજાનો ૫૫ વર્ષે અમેરિકાથી પરત લવાયો

- 'કચ્છી કલાવારસો' કચ્છમાં સચવાય તેવો ઉમદા હેતુ

- ૫૦ વર્ષમાં ૨૦ વખત કચ્છ આવી બહેનો પાસેથી ખરીદેલા ક્રાફ્ટ અમેરિકન દંપતિએ LLDC મ્યુઝિયમને ભેટ આપ્યાં

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
કચ્છી હસ્તકળાનો બેનમૂન ખજાનો ૫૫ વર્ષે અમેરિકાથી પરત લવાયો 1 - image

ભુજ,ગુરૃવાર

અમેરિકાથી કચ્છી હસ્તકળાનો બેનમૂન ખજાનો ૫૫ વર્ષે પરત લવાયો છે. ૫૦ વર્ષમાં કચ્છની બે ડઝનાથી વધુ વખત મુલાકાત લઈ ચૂકેલું વિકી અને રિચર્ડ નામનું અમેરિકી દંપતિએ કચ્છી ભરતકામવાળા ડ્રેસ, તોરણ, બાળકો અને વૃધૃધોના એમ્બ્રોઈડરી વર્કવાળાં વસ્ત્રો એલ.એલ.ડી.સી. મ્યુઝિયમને ભેટ આપ્યાં છે. કચ્છી વસ્ત્ર હસ્તકલા કારીગરી ઉપર પુસ્તક લખી ચૂકેલું આ દંપતિ ૧૬૬૯થી સેવા પ્રવૃત્તિ કરતાં ચંદાબહેન શ્રોફની પ્રવૃત્તિાથી અભિભૂત હતું. સદ્દગત ચંદાબહેનના પુત્રી અમીબહેનની મુલાકાત લોસ એન્જલસ ખાતે થઈ ત્યારે કચ્છી હસ્તકળાના ૧૦૦ જેટલા વસ્ત્રો પોતાની પાસે હોવાની વાત દંપતિએ કરી હતી. ઊંમર થઈ હોવાથી અલભ્ય વારસો સાચવવો મુશ્કેલ હોવાનું દંપતિએ જણાવ્યું હતું. અમીબહેને એલ.એલ.ડી.સી. મ્યુઝિયમમાં કચ્છનો આ કલાવારસો જળવાતો હોવાની વાત કરી હતી. કચ્છનો કલાવારસો કચ્છના મ્યુઝિયમમાં સચવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે હસ્તકલાના ૧૦૦ નમૂના મ્યુઝિયમને યાદગીરીરૃપે ભેટ અપાયાં છે. આ દંપતિ હાલ કચ્છની મુલાકાતે છે.

ઇ.સ. ૧૯૬૯ માં જ્યારે કચ્છમાં દુષ્કાળ પડયો ત્યારે એક તરફ શ્રૃજનના સંસૃથાપક ચંદાબેન શ્રોફ (કાકી) કચ્છના ગામડાઓની ભરતકામ કરતી બહેનોને પ્રોત્સાહન આપીને તેઓ પગભર થાય અને રોજગારી મેળવે તેવો પ્રયત્ન કરી રહ્યા હતા તે જ સમયગાળામાં લોસ એન્જલ્સ, અમેરિકા થી કચ્છના પ્રવાસે આવેલા દંપતી વિકી અને રીચર્ડ એલ્સન કચ્છના બન્ની  પચ્છમના ગામડાઓમાં ખુંદી રહ્યા હતા અને ત્યાંની ગ્રામીણ બહેનો દ્વારા કરાતાં કચ્છી ભરતકામના પ્રેમમાં પડયા હતા.

આ દંપતિએ ૫૫ વર્ષમાં કચ્છની ૨૦ થી પણ વાધુ મુલાકાતો દરમ્યાન ભરતકામ કરતી બહેનો પાસેાથી વિવિાધ નમૂનાઓ ખરીદીને સંગ્રહ કર્યો હતો. કચ્છના ગ્રામ્ય સમાજના રીત-રિવાજ મુજબ આણામાં અપાતા ભરત ભરેલા વસ્ત્રોની વિગતો મેળવીને વિકી એલસને Dowries From Kutch નામાથી પુસ્તક પણ લખ્યું છે. આ અમેરિકન દંપતીનો કચ્છી ભરતકામના કારીગર બહેનો સાથેનો એક અનોખો ઘરોબો બંધાયો હતો, જે આજ દિન સુાધી તેમણે નિભાવ્યો છે. બન્ની- પચ્છમના એક પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પણ તેઓ ખાસ અમેરિકાથી જે-તે વખતે આવ્યા હતા.

શ્રૃજન એલ.એલ.ડી.સી. ના સી.ઈ.ઓ. અને મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ પોતાની વિશ્વના વિવિાધ મ્યુઝિયમોની મુલાકાત સમયે વિકીને લોસ એન્જલન્સ ખાતે મળ્યા હતા અને તેમનો આ અલભ્ય સંગ્રહ જોઈ, અભિભૂત થયા હતા. મુલાકાત થઈ તે દિવસ થી જ આ ખજાનો કચ્છ પરત  લાવી શકાય તે માટેના પ્રયત્નો શરૃ કર્યા હતા.  લગભગ ૧૦૦ કરતાં પણ વાધારે પરંપરાગત ભરતકામના વર્ષો જૂના કલેક્શન ને એલ.એલ.ડી.સી. ની દુનિયામાં બહુ ઓછી હોય તેવી આાધુનિક આર્કાઈવમાં કન્ઝર્વેશનના નોર્મ્સ મુજબ વિશેષ રીતે સાચવવા મૂકી દેવાયા છે, જે સમય સમયે એલ.એલ.ડી.સી. ક્રાફટ  મ્યુઝિયમની વિવિાધ ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવશે.

વિકી એલસને પણ પોતાનો આ વર્ષોથી કેટકેટલીય મહેનત અને પરિશ્રમાથી ઉત્સાહભેર સંગ્રહિત કરાયેલો અમૂલ્ય ખજાનો યોગ્ય સૃથાને શ્રૃજન એલ.એલ.ડી.સી. ના આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રાફટ સંગ્રહાલયમાં મુકાયો છે તેની ખુશી અને સંતોષ લાગણીભેર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કચ્છની આ અદ્ભુત ભરતકળા કારીગરીના સંગ્રહ માટે એલ.એલ.ડી.સી.થી વાધુ કોઈ સારી જગ્યા હોઈ જ ન શકે.  એલ.એલ.ડી.સી. ના ચેરમેન દિપેશભાઈ શ્રોફ, મેનેજીંગ ટ્રસ્ટી અમી શ્રોફ, સી.ઓ.ઓ. રાજીવ ભટ્ટ તાથા અન્ય ટ્રસ્ટીઓે અને સ્ટાફ મિત્રોમાં પણ બેનમૂન હસ્તકળાનો ખજાનો પરત લાવી શકાયાનો આનંદ છે.


Google NewsGoogle News