For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છમાં વાદળો વિખેરાતા તાપમાનનો પારો ફરી ઉંચે ચડયો : કંડલા (એ.) 40.5 ડિગ્રી

Updated: May 7th, 2024

કચ્છમાં વાદળો વિખેરાતા તાપમાનનો પારો ફરી ઉંચે ચડયો : કંડલા (એ.) 40.5 ડિગ્રી

- ઉકળાટ અનુભવાતા લોકો થયા ત્રસ્ત

- ભુજ 39.6, કંડલા પોર્ટ 36.3 અને નલિયામાં 34.2 ડિગ્રી તાપમાન

ભુજ : કચ્છમાં વાદળો વિખેરાતા ફરી તાપમાનનો પારો ઉંચે ચડયો હતો. કંડલા (એ.)માં મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી સે. ભુજમાં ૩૯.૬ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૬.૩ ડિગ્રી અને નલિયામાં ૩૪.ર ડિગ્રી સે. નોંધાયું હતું. ભેજના ઉંચા પ્રમાણના કારણે ઉકળાટ અનુભવાયો હતો. 

જિલ્લામાં ચૂંટણીના માહોલ વચ્ચે ચૈત્રની આકરી ગરમી અનુભવાઈ છે. કંડલા એરપોર્ટ ખાતે ગઈકાલની તુલનાએ દોઢ ડિગ્રીના વધારા સાથે તાપમાનનો પારો ફરી ૪૦ ડિગ્રીના આંકને પાર કરીને ૪૦.૬ ડિગ્રીના આંકે સ્થિર રહ્યો હતો. 

જિલ્લા મથક ભુજમાં ફરી બે ડિગ્રી ઉંચકાઈને તાપમાનનો પારો ૩૯.૬ ડિગ્રીના આંકને ર્સ્પશ્યો હતો. બપોરે આકરો તાપ અનુભવાયો હતો. વાતાવરણમાં ભેજનું  પ્રમાણ સવારે ૭૭ ટકા જેટલું ઉંચું રહ્યું હતું. ભેજના ઉંચા પ્રમાણના કારણે ઉકળાટ અનુભવાયો હતો. દક્ષિણ-પશ્ચિમ દિશાએથી પ્રતિ કલાક સરેરાશ ૧૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.

કંડલા પોર્ટ ખાતે મહત્તમ તાપમાનનો પારો ૩૬.૩ ડિગ્રી અને નલિયામાં ૩૦.ર ડિગ્રી નોંધાયું હતું.

Gujarat