ભુજમાં ગરમીનો પારો ૩૮.૭ ડિગ્રીઃ બપોર પડતાં સંચારબંધી

ગરમી વધતાં ઠંડા પીણા, આઈસ્ક્રીમની ડિમાન્ડ વધી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ભુજમાં ગરમીનો પારો ૩૮.૭ ડિગ્રીઃ બપોર પડતાં સંચારબંધી 1 - image

ભુજ, સોમવાર

કચ્છ જિલ્લામાં ગરમીનું પ્રમાણ હવે ધીરે ધીરે વાધી રહ્યું છે. ભુજમાં ગરમીનો પારો ૩૮.૭ ડિગ્રી થતાં બપોર પડતાં ગરમીની સંચારબંધી જેવું વાતાવરક્જોવા મળે છે.  લોકો અસહ્ય  તાપાથી રક્ષણ મેળવવા માટે અવનવા નુશ્ખાઓ અપનાવી રહ્યા છે. ભુજના મોટાભાગના માર્ગો પર બપોરે ૨ વાગ્યાથી ૪ વાગ્યાના સમગાળા દરમ્યાન રસ્તાઓ પર ચહલ પહલ નહીવત જોવા મળી હતી. ગરમીને લઈને લોકો પોતાના ઘર-ઓફિસે પંખો, એરકુલર, એર કન્ડીશનની છત્રછાયામાં નિરાંતનો શ્વાસ લેવાની સાથે કેટલાક લોકો ઝાડના છાંયડાનો આસરો લેતા નજરે પડયા હતા. બાળકો ઘર પાસે આવતા ગોલા અને કુલ્ફીનો આનંદ માણતા દેખાયા હતા.

છેલ્લા એક સપ્તાહાથી રણ અને દરિયાઈ સરહદે આવેલા કચ્છમાં ગરમી વાધી છે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુાધી સૂર્યનારાયણનો તાપ અનુભવાય છે. પરિણામે લોકો ગરમીથી રાહત મેળવવા માટે નાળીયેર, ઠંઠાપીણા, આઈસ્ક્રીમ ખાવાનો આ ગ્રહ રાખી રહ્યા છે. બીજી તરફ બપોરે લોકો કામ વગર બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.  આજે કચ્છનું મુખ્ય માથક ભુજ ગરમીમાં બીજા નંબરે રહ્યું હતું રાજકોટમાં ૩૯.૧ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ ભુજમાં ૩૮.૭ મહત્તમ અને લધુતમ ૨૧.૨ રહેવા પામ્યો હતું. અબડાસા તાલુકાના નલિયા ખાતે ૩૭.૨ મહત્તમ અને લધૂતમ ૧૬.૮ તેમજ પશ્વિમ કાંઠાના મહાબંદર કંડલામાં મહત્તમ ૩૭.૦ અને લધૂત્તમ ૨૨.૦ હવામાન કચેરી ખાતે નોંધાયું હતું. આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ હજું વાધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News