Get The App

ભુજ-ગાંધીધામમાં ઈન્કમટેક્સ દ્વારા સર્વેની કાર્યવાહીથી ફફડાટ

- દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ કરચોરો ઉપર તવાઈ

- કન્સ્ટ્રકશન પેઢીની ઓફિસ ઉપરાંત ઘરે પણ તપાસ

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
ભુજ-ગાંધીધામમાં ઈન્કમટેક્સ દ્વારા સર્વેની કાર્યવાહીથી ફફડાટ 1 - image

ભુજ,ગુરૃવાર

દિવાળીના તહેવારોના દિવસોમાં આયકર વિભાગ દ્વારા સર્વે હાથ ધરાતો હોવાથી ફફડાટ ફેલાતો હોય છે પરંતુ ખુદ સરકારે આઈટી વિભાગને વેપારીઓને ખોટી રીતે હેરાનગતિ ન થાય તે જોવાની તાકિદ કરી હતી પરિણામે આઈટી વિભાગ દ્વારા કેટલાક સમયાથી દિવાળીના સપરમાં દિવસોમાં સર્વેની કાર્યવાહી હાથ ધરાતી નાથી ત્યારે દિવાળી પૂર્ણ થતા જ ભુજ ખાતે આજે ગાંધીધામ આઈટી વિંગની ટુકડી ત્રાટકી હતી. દરમિયાન આઈટી વિંગની ટુકડીએ ગાંધીધામમાં પણ કેટલીક પેઢીઓ પર ધોંસ બોલાવી હોવાની વિગતો બહાર આવી રહી છે. જો કે, આ બાબતે સતાવાર માહિતી જાહેર કરવામાં આવી નાથી.

મળતી માહિતી અનુસાર, આઈટી વિભાગે આજે ભુજ અને ગાંધીધામ વિસ્તારમાં સર્વેની કામગીરી કરી હતી. ભુજના સ્ટેશન રોડ સિૃથત એક કન્સ્ટ્રકશન પેઢી પર સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લા તેમજ વડોદરા આસપાસ વિસ્તારમાં આ પેઢી દ્વારા બાંધકામ કરવામાં આવે છે. આ પેઢીના માલિકના મૂળ વતન માંડવી તાલુકાના એક ગામમાં પણ જઈને ત્યાં પણ સર્વેની કામગીરી કરી હતી. બીજીતરફ ગાંધીધામમાં પણ કેટલીક પેઢીઓમાં આઈટીની ટુકડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે ભુજ અને ગાંધીધામ વિસ્તારમાં આઈટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતા કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો.


Google NewsGoogle News