Get The App

ભુજમાં 66 ટીમોના સર્વેલન્સમાં મેલેરિયા શંકાસ્પદના 38 : એક ડેન્ગ્યુ કેસ મળ્યો

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ભુજમાં 66 ટીમોના સર્વેલન્સમાં મેલેરિયા શંકાસ્પદના 38 : એક ડેન્ગ્યુ કેસ મળ્યો 1 - image


૪૨૨૩ લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું 

પાંચ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમોએ ૨૩૬૭ ઘર તપાસતાં ૬૪માં પોરા દેખાયા ઃ ૨૩૮૮ પાત્રમાં દવા નખાઈ

ભુજ: ભુજ શહેરમાં મેલેરિયા સર્વેલન્સની આજે સવારથી ૬૬ ટીમોએ સર્વેલન્સ કામગીરી આરંભી હતી. જેમાં ૧૧૫૭૦ લોકો  સર્વે કરતાં મેલેરિયાના ૩૮ શંકાસ્પદ કેસ જણાતાં તેમના લોહીના નમૂના લેવાયા હતા. એક કેસ ડેન્ગ્યુનો જણાયો હતો. તેમને ટીમ દ્વારા ગોળીઓ અપાઈ હતી. સ્લાઈડની તપાસ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કરાશે. 

વરસાદ બાદ મચ્છરજન્ય બીમારીમાં ઉછાળો આવતો અટકાવવા માટે ભુજના સૌથી વધુ મચ્છર ઉત્પત્તિવાળા ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોને આવરી લેતા સર્વેલન્સની કામગીરીમાં ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર સાથેની કામગીરી ૧૦ સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ પાંચ યુપીએચસીના ૬૬ સભ્યોની ટીમે કરી હતી. આ કામગીરી પહેલા અને ત્રીજા શનિવારે હાથ ધરાશે. 

કચ્છમાં ગત તા. ૧થી ૩ એક-એક અને તા. ૪ના બે મેલેરિયા પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું જિલ્લા મેલેરિયા અધિકારી ડો. કેશવકુમાર સિંઘે જણાવ્યું હતું. પાંચે ટીમોએ અલગ અલગ વિસ્તારના કુલ્લ ૨૩૬૭ ઘરના સર્વેમાં ૧૧,૫૭૦ લોકોને આવરી લેતાં શંકાસ્પદ મેલેરિયાના ૩૮ અને એક ડેન્ગ્યુના કેસ જણાયો હતો. ૩૮ મેલેરિયા શંકાસ્પદના લોહીના નમૂના અને આરડીટી પરીક્ષણ હેતુ લેવાયા હતા. 

ઘરની અંદરની તપાસમાં ૬૪ ઘરના ૧૮૬૦૬ પાણી ભરેલા ખુલ્લા પાત્રો તપાસતાં ૮૬માં પોરા દેખાયા હતા. જ્યારે ૨૩૮૮ એબેટ દવા નખાઈ હતી. પેરા ડોમેસ્ટીક કામગીરીમાં ૪૭ પૈકી ૬માં પોરા નજરે પડયા હતા. 

તાવગ્રસ્તોને ૯૯ ઓઆરએસ અપાયા હતા. લોકોને ૯૨૭ ક્લોરીન ગોળી અપાઈ હતી. ૫૫ જગ્યાએ ક્લોરીનેશન ટેસ્ટ કરતાં ૩૦ નેગેટીવ જણાયા હતા. ૪૨૨૩ લોકોને ટીમો દ્વારા આરોગ્ય શિક્ષણ અપાયું હતું.


Google NewsGoogle News