મુંદરામાં દુકાન-ગોડાઉના પતરા તોડી 3.20 લાખના મુદામાલની ચોરી
દુકાના સીસીટીવી કેમેરામાં ચોરી કરતા બે બુધાનીધારી શખ્સ કેદ થયા
તસ્કરો ૧૯ મોબાઇલ, ૧ સ્માર્ટ વોચ, ૩ ઇયર બર્ડ ચોરી ગયા
ભુજ: મુંદરાના આદર્શ ટાવર સામે આવેલી આશિર્વાદ ઇલેક્ટ્રોનીક્સ નામની દુકાન-ગોડાઉના પતરા તોડી કોઇ અજાણ્યા શખ્સો અંદરથી રૂપિયા ૩,૧૯,૭૫૭ની કિંમતના ૧૯ મોબાઇલ, એક સ્માર્ટ વોચ, ત્રણ ઇયર બર્ડ્સની ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ હતી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા બે બુકાનીધારી શખ્સનું પગેરૂ દબાવવા પોલીસે તપાસ શરૂ કરી છે.
અંજારના મોટી ખેડોઇ ગામે રહેતા અને મુંદરામાં આશિર્વાદ ઇલેક્ટ્રોનીક્સ નામે દુકાન ધરાવતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, ચોરીનો બનાવ સોમવારે મધ રાત્રીના સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. બે બુકાનીધારી શખ્સોએ દુકાન અને ગોડાઉના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ્યા હતા. અંદરથી અલગ અલગ બ્રાન્ડના ૧૯ નંગ મોબાઇલ કિંમત રૂપિયા ૩,૧૨,૬૦૭ તથા સ્માર્ટ વોચ કિંમત રૂપિયા ૩,૫૦૦ અને ૩,૬૫૦ની કિંમતના ત્રણ ઇયર બર્ડસ મળીને કુલે રૂપિયા ૩,૧૯,૭૫૭ના મુદમાલની ચોરી કરી ગયા હતા. દુકાનના સીસીટીવી કેમેરામાં રાત્રીના સાડા ત્રણ વાગ્યાના સમય દરમિયાન બે બુકાનીધારી શખ્સ ચોરી કરતા નજરે ચડયા હતા. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.