Get The App

ઉનાળુ વેકેશનનો પ્રારંભઃ વતનની મોજના બદલે પ્રાથમિક શિક્ષકો કચ્છમાં ફસાયા

- લોકડાઉન કચ્છમાં ફરજ બજાવતા પ્રા.શિક્ષકોને નડી ગયો

- દિવસો સુધી શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી ઘરમાં પુરાઈ રહેલા શિક્ષકોની મનોદશા બગડી

Updated: May 4th, 2020


Google NewsGoogle News
ઉનાળુ વેકેશનનો પ્રારંભઃ વતનની મોજના બદલે પ્રાથમિક શિક્ષકો કચ્છમાં ફસાયા 1 - image

ભુજ,રવિવાર

વેકેશનની મોજ એટલે કાં તો વિદ્યાર્થીઓ જાણે આૃથવા તો શિક્ષકો. પરંતુ, આ ઉનાળુ વેકેશન પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સજા બની આવ્યો હોય તેમ રાજય સરકાર દ્વારા આજાથી ઉનાળુ વેકેશનની સતાવાર જાહેરાત કરી દેવામાં આવી હોવા છતા શિક્ષકો પોતાના વતન ઘરે જઈ શકતા નાથી. કોરોના કહેરના પગલે સમગ્ર દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેના પગલે જિલ્લા તેમજ રાજય બહાર પરવાનગી વગર જઈ શકાતુ નાથી. કંઈક આવા જ કારણોસર કચ્છમાં ફરજ બજાવતા જિલ્લા બહારના પ્રાથમિક શિક્ષકો પણ અટવાઈ પડયા છે. કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર મનાતા બન્ની-પચ્છમની વિવિાધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા સેંકડો પ્રા.શિક્ષકો વેકેશન જાહેર થતા જ વતન જવા માટે ઉતાવળા થયા છે પરંતુ જિલ્લાની સરહદો સીલ હોવાથી હવે ઉપલી સ્તરના આદેશની સતાવાર રાહ જોઈ રહ્યા છે. પરંતુ, છેલ્લા એક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી અને ઘરોમાં પુરાઈ રહ્યા હોવાથી પ્રા.શિક્ષકોની પણ મનોદશા બગડી છે. 

કોરોનાની વૈશ્વિક મહામારીની અસર શિક્ષણ ઉપર પણ પડી છે. દેશમાં કોરોનાનો કહેર ન વાધે તે માટે પ્રારંભિક પગલામાં શાળાઓમાં જ શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાયુ હતુ. એક માત્ર શિક્ષકોને શાળાએ જવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ, શિક્ષકોને જરાય ખ્યાલ નહિં હોય કે કોરોના વેકેશન પણ બગાડશે. અને બન્યુ પણ કંઈક એવુ જ છે. ઉનાળુ વેકેશનની સતાવાર જાહેરાત કરી દેવામાં આવી અને વેકેશનનો આજાથી પ્રારંભ પણ થયો હોવા છતા કચ્છમાં ફરજ બજાવતા જિલ્લા બહારના પ્રા.શિક્ષકો ઘરે જઈ શકતા નાથી.

કચ્છમાં ફરજ બજાવતા મોટાભાગના પ્રા.શિક્ષકો જિલ્લા બહારના છે. છેવાડાના રાપર,  લખપત, અબડાસા તેમજ ભુજ તાલુકાના બન્ની-પચ્છમ વિસ્તારના પ્રા.શિક્ષકો વર્તમાન સમયમાં ચિંતામાં છે. ઉનાળુ વેકેશનના પ્રારંભે પરિવાર સાથે વતનની વાટ પકડતા હોય છે પરંતુ આ વખતે કોરોના વાયરસના પગલે જાહેર થયેલા લોકડાઉનના કારણે અટવાઈ પડયા છે. છેલ્લા ઘણા દિવસોથી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી માત્ર સરકારની આદેશવાળી કામગીરી કરાઈ અને હવે તો ઉનાળુ વેકેશન જાહેર થયો છતા લોકડાઉનના કારણે પોતાના વતન, ઘરે જઈ શકતા નાથી. વતનાથી ૪૦૦-૫૦૦ કિ.મી. દુર છેવાડા વિસ્તારમાં રહેતા પ્રા.શિક્ષકોની મનોદશા બગડી છે. કારણ કે, લોકડાઉનના શરૃઆતના દિવસોમાં એવુ લાગતુ હતુ કે, ઉનાળુ વેકેશન સુાધીમાં લોકડાઉન ખુલી જશે અને તેઓ ઘરે જઈ શકશે પરંતુ સરકાર દ્વારા લોકડાઉન લંબાવાતા અને જિલ્લાની સરહદો પણ સીલ કરી દેવામાં આવી હોવાથી હવે શિક્ષકો માટે વતનમાં પહોંચવુ અઘરૃ બન્યુ છે. આજે સતાવાર ઉનાળુ વેકેશનની રજાઓ શરૃ ગઈ તેમ છતા પ્રા.શિક્ષકોએ વેકેશનની  શરૃઆત કચ્છમાં જ કરવી પડી હતી. 

આ અંગે ખાવડાના શિક્ષકોએ પોતાની મનોદશા વ્યકત કરતા કહ્યુ હતુ કે, લોકડાઉનના લીધે જિલ્લાની સરહદો સીલ હોવાથી તેઓ કાયદેસરની મંજુરી વિના વતનમાં જવા માટે કોઈ રીસ્ક લેવા માંગતા નાથી. કચેરીએાથી મંજુરી મળે એટલે વતન જવા તૈયાર છીએ. વતન જવાની ઉતાવળ છે પરંતુ કઈ રીતે ઘરે પહોંચવુ? તંત્ર દ્વારા હાલ તો કોઈ પણ વ્યવસૃથા ગોઠવવામા ંઆવી નાથી. એકલા ખાવડામાં ૫૦થી પણ વાધારે શિક્ષક પરિવારો અટવાઈ પડયા છે. ખાસ તો એવા પણ બહેનો છે કે જેઓ અહિં એકલા રહે છે તેમની મનોદશા વધુ બગડી છે. ત્યારે, તંત્ર દ્વારા વતન પહોંચાડવાની વ્યવસૃથા કરવી જોઈએ તેવી પ્રા.શિક્ષકોની માંગ છે. આ બાબતે જિલ્લા પ્રા.શિક્ષણાિધકારી સંજય પરમાર સાથે વાત કરતા તેમણે પણ આ અંગે ઉપલી સ્તરે ધ્યાન દોરવામાં આવ્યુ છે. આદેશ મળ્યેાથી સુચના પ્રમાણે મંજુરીની પ્રક્રિયા કરાશે તેમ જણાવેલ. 

ઉલ્લેખનિય છે કે, રાજય સરકાર દ્વારા જયારે પરપ્રાંતીય શ્રમિકોને વતન પહોંચાડવાની વ્યવસૃથા કરાતી હોય ત્યારે કચ્છમાં ફરજ બજાવતા શિક્ષકોને વતન જવાની કેમ પરવાનગી અપાતી નાથી? તેમના માટે કેમ કોઈ વ્યવસૃથા કરાતી નાથી. છેલ્લા ચાલીસેક દિવસોથી શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી છેવાડાના વેરાન એરિયામાં એકલા રહેવુ કપરૃ હોય છે અને હવે તો વેકેશન પણ પડયુ છે ત્યારે શિક્ષકોને ઘરે પહોંચાડવાની વ્યવસૃથા થવી જોઈએ. 

જો કે, આ અંગે કચ્છ જિલ્લા પ્રા.શિક્ષક સમાજ અને પ્રા. શૈક્ષિક સંઘ દ્વારા પણ રજુઆત કરાઈ હતી તેમ છતા કોઈ પરિણામ આવ્યુ નાથી જેાથી, શિક્ષકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. બીજીતરફ, કેટલાય પ્રા.શિક્ષકો લોકડાઉનના પ્રારંભિક તબક્કામાં જ તેઓ વતન પહોંચી ગયા હતા અને તે વખતે કેટલાય શિક્ષકોએ પોતાનું હેડ કર્વાટર છોડયુ ન હતુ. ત્યારે, પ્રમાણિક બનેલા શિક્ષકો પણ હવે પસ્તાવાની સાથે રોષ વ્યકત કરી રહ્યા છે.

પદાધિકારીઓ પ્રા.શિક્ષકો પ્રત્યે સહાનુભુતિ દાખવે

પ્રા.શિક્ષકો પાસેાથી શિક્ષણ સિવાયની ઘણી બાધી કામગીરી લેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયાથી તો શિક્ષકોને ન છોભે તેવી કામગીરી પણ કરાવાય છે ત્યારે વર્તમાન સમયમાં લોકડાઉનના કારણે વેકેશન જાહેર છતા ફસાઈ પડેલા પ્રા.શિક્ષકોની વ્હારે કચ્છના પ્રજાકીય પ્રતિનિાધીઓએ આગળ આવવાની જરૃર છે. વતનમાં જઈ શિક્ષકો તમામ નિયમો પાળવા તૈયાર છે ત્યારે તેમને ઘરે પહોંચાડવા માટેની સતાવાર પરવાનગી મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. તેમ છતા આ બાબતે પદાિધકારીઓ પણ ચુપકિદી સાધીને બેઠા છે ત્યારે શિક્ષકોએ હજુ કેટલા દિવસો સુાધી સરહદી જિલ્લામાં રોકાવુ પડશે.


Google NewsGoogle News