ભારત ઈઝરાયેલની મિત્રતાના ૩૦ વર્ષ નિમિત્તે ખાસ લોગો જાહેર કરાયો
- ઈઝરાયેલ એમ્બેસીએ કચ્છ કુકમા ખાતે સેન્ટર ઓફ એકસેલન્સ ફોર ડેટપામની મુલાકાત લીધી
ભુજ, સોમવાર
આજરોજ ઈઝરાયેલ એમ્બેસીએ કચ્છ કુકમા ખાતે સેન્ટર ઓફ એકસેલેંસ ફોર ડેટપામની મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની મિત્રતાના ત્રીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેની ઉજવણીના ભાગ રૃપે બન્ને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાના પ્રતિક સ્વરૃપે એક ખાસ લોગો જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને ઇઝરાયેલ સરકાર વચ્ચે કૃષિ સંબંિધત થયેલ સમજુતી કરાર અનુસાર ભારત દેશમાં ઇંડો - ઇઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અમલમાં છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ - ૩ સેંટર ઓફ એક્સેલેંસ કાર્યરત છે. કચ્છ જિલ્લાના કુકમા ખાતે કાર્યરત સેંટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામની આજે શ્રી યાઇર એશેલ, એગ્રીકલ્ચર એટેચી, ઇઝરાઇલ એંબેસી, ન્યુ દીલ્હી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
કેતન પટેલ, પ્રોજેક્ટ ઓફિસર, સેંટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામ દ્વારા સેંટર દ્વારા થયેલ વિવિાધ કામગીરીનું પ્રેઝંટેશન રજુ કરવામાં આવેલ. સેંટર ખાતે ડેમોંસ્ટ્રેશન પ્લોટમાં સોઇલલેસ પધૃધતિાથી કુલ - ૪૫૦ ખારેકના ઓફશુટ (પીલા) તૈયાર થઈ રહેલ છે. જેમાંથી એક ઓફશુટનું વાવેતર શ્રી યાઇર એશેલ અને ડા. ફાલ્ગુન મોઢના વરદ હસ્તે સેંટર ખાતેના ડેમોંસ્ટ્રેશન પ્લોટમાં કરવામાં આવ્યુ. શ્રી યાઇર એશેલ દ્વારા ખારેકની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો હરેશભાઇ ઠક્કર, આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ, રેલડી અને પ્રવિણભાઇ દબાસિયા, બલરામ ફાર્મ, રેલડીના ખારેકના પ્લોટની મુલાકાત લેવામાં આવી અને ખેડુતો દ્વારા અપનાવવામાં આવેલ આાધુનિક તકનીકની માહિતી મેળવી એવું નાયબ બાગાયત નિયામક એમ.એસ. પરસાણીયા દ્વારા જણાવાયું છે.