અમુક નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને હજી ગ્રેજ્યુઈટી મળી નથી
સુપ્રીમ કોર્ટના આદેશને ઘોળીને પી જતા અધિકારીઓ
કચ્છમાં સેકંડો નિવૃત મહિલાઓ હજુ સુધી પોતાના મળવાપાત્ર રકમની આશામાં દિવસો પસાર કરી રહ્યા છે
સુપ્રીમ કોર્ર્ટના ચુકાદાથી ગુજરાતના આંગણવાડી વર્ર્કર અને હેલ્પરને ગ્રેજ્યુઈટી એકટ તળે તેમના નોકરીના વર્ષોની ગણતરી ના પ્રમાણમાં નિવૃતિ સમયે ગ્રેચ્યુટીની રકમ ચૂકવવામાં આવતી હોય છે.
૫૮ વર્ષ નિવૃતિ બાદ પેન્શન કે ગ્રેચ્યુઈટી (સર્વિસ) ચૂકવાતી ન હતી. ૨૦૨૨ ની ૨૫ મી એપ્રિલે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટીસ અભય ઓકાની બેંચ દ્વારા અપીલો માં ૭૩ પાના ના ચૂકાદામાં આંગણવાડી વર્કર તથા હેલ્પર પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એકટ ૧૯૭૨ તળે નિવૃતિ, રાજીનામુ, કે અવસાન પ્રસંગે ગ્રેચ્યુઈટી રકમ મેળવવા પાત્ર ઠરાવ્યું છે.
એટલુ જ નહિ, પરંતુ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એકટ તળે લાયક તમામ આંગણવાડી વર્કર- હેલ્પરોને ૧૦% વ્યાજ સાથે ચૂકવવા ગુજરાત સરકારને આદેશ કરેલો છે.જેમના આધાર પુરાવા પૂર્ણ હતા, તેમને રકમ થોડા સમય અગાઉ ચૂકવી દેવાઈ પણ જેમના આધારોમાં અધૂરાશ હતી એમને મળવાપાત્ર રકમ રોકી દેવાઇ. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ના વહીવટી વિભાગ દ્વારા પણ કોઈ ની અધૂરાશ હોય તો અન્ય આધારો પર થી ખરાઈ કરીને રકમ સત્વરે રકમ ચૂકવી દેવા માટે જુલાઈ માસમાં આદેશ કરવામાં આવેલ.છતાં કચ્છ જિલ્લામાં આદેશ નું પાલન કરવામાં ન આવતા સેકંડો નિવૃત્ત મહિલાઓ હજુ સુધી પોતાના મળવાપાત્ર રકમની આશામાં દિવસો પસાર કરી રહ્યા છે.
ઉપલી કચેરી, નાયબ શ્રમ આયુક્ત ગુજરાત તરફથી પણ,નિવૃત કાર્યકર તેડાગરોને નિમણૂક હુકમ, નિવૃતિ હુકમ, જન્મ તારીખ જેવા કોઈ દસ્તાવેજો ન હોય તો, કરેલ નોકરીના વર્ષો પુરવાર કરતાં અન્ય પુરાવાઓને ધ્યાનમાં લઈને ગ્રેજ્યુએટીનું ચૂકવણી કરી શકાય તેવું સ્પષ્ટ જણાવવામાં આવેલ છે .
આમ છતાં, નિવૃત કાર્યકરો પાસે થી જ તમામ આધાર પુરાવા પૂરા પાડો.પછી જ ગ્રેજ્યુએટી મળશે. તેવા નકારાત્મક વલણને કારણે નિવૃત કાર્યકરોને મળવાપાત્ર ગ્રેજ્યુએટીની રકમ સમયસર મળતી નથી.
ઉલ્લેખનીય છે કે ,ગ્રેજ્યુએટીની રકમ પર ૧૦ % વ્યાજ ચૂકવવું. તેવો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે.આમ છતાં,જવાબદાર - અધિકારી કર્ર્મચારીઓની કહેવાતી બેજવાબદારી અને આળસુ વૃતિ અને કામગીરી માં વિલંબના કારણે નિવૃત કર્ર્મચારીઓને વધુ વ્યાજની રકમ ચૂકવણી કરવી પડશે.અને દેખીતી રીતે ,સરકારી તિજોરી પણ વધુ ભારણ પડશે.જેની સીધી જવાબદારી, જે તે અધિકારી - કર્મચારી ની નિયત થવી જોઈએ.
માત્ર થોડા દિવસો અગાઉ આ બાબતે ભારે ઊહાપોહ થતાં , અમુક તાલુકાઓમાં બધા નિવૃત કાર્યકર અને તેડાગર બહેનોને એકસાથે ચૂકવણું કરવાના બદલે,અમુક લાગતા વળગતાઓને જ ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.જેની પાછળના અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા હોવાનું, નિવૃત કાર્યકર અને તેડાગર બહેનોમાં ચર્ચાઈ રહ્યું છે.