Get The App

કચ્છ બેઠક ૧૯૫૨થી ભાજપે આઠ અને કોંગ્રેસે સાત વખત જીતી છે

- સરહદી બેઠક છેલ્લા અઢી દાયકાથી ભાજપનો ગઢ ગણાય છે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
કચ્છ બેઠક ૧૯૫૨થી ભાજપે આઠ અને કોંગ્રેસે સાત વખત જીતી છે 1 - image

ભુજ, બુધવાર

સમગ્ર દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી બેઠક કચ્છ બેઠક છેલ્લા અઢી દાયકાથી ભાજપનો ગઢ રહી છે. પરંતુ, એ પહેલાં કોંગ્રેસ સાત વખત અને ભાજપે આઠ વખત જીત મેળવી છે.  ગુજરાતની ૨૬ બેઠકો પૈકી કચ્છની બેઠક ક્રમ પ્રમાણે પહેલી છે. આ બેઠક પરાથી ભાજપમાં ચૂંટણી લડી રહેલા ચાવડા છેલ્લા બે ટર્માથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ભાજપે તેમના પર ત્રીજી વખત વિશ્વાસ મુક્યો છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ ભાજપે વર્તમાન સાંસદને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જયારે કોંગ્રેસે નવા જ ચહેરા તરીકે નીતેશ લાલન(માતંગ)ની પસંદગી કરી ટિકિટ આપી છે.

કચ્છ બેઠકના ઈતિહાસની વાત કરીએ તો આ બેઠક પર પહેલી વખત ૧૯૫૨માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુલાબશંકર ધોળકીયા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. કચ્છ બેઠક વર્ષ ૧૯૯૬થી ભાજપના કબ્જામાં છે.૨૦૦૯માં પુનમબેન જાટ વિજેતા થયા હતા.૨૦૧૪માં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારને હરાવી અને ૨૦૧૯માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને હરાવીને ચાવડાએ બાજી મારી હતી.

કચ્છ બેઠક પર માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, અબડાસા અને રાપર તેમજ મોરબી બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક પર ક્ષત્રિય, દલિત, બ્રાહૃણ, વણિક, લોહાણા, આહિર, રબારી અને ઓબીસી સમાજનું વર્ચસ્વ રહ્યું છે. અનુસુચિત જાતિ અને મુસ્લિમ સમાજના મતદારોનું પણ વર્ચસ્વ છે. ઉપરાંત લેઉવા અને કડવા પટેલના મતદારો પણ હાર જીત માટે મહત્વની ભુમિકા ભજવતા હોય છે. છેલ્લે વર્ષ- ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિાધાનસભાની ચૂંટણીમાં કચ્છની તમામ છ એ છ બેઠકો પર ભગવો લહેરાયો હતો. તમામ બેઠકો ભાજપે જીતી હતી. 

ભાજપે ૨૦૧૪માં ૨.૫૪ લાખ અને ૨૦૧૯માં ૩.૦૫ લાખ મતથી જીત મેળવી : આ વખતે પાંચ લાખની લીડનો ટાર્ગેટ

કચ્છ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જ રહે છે. વર્ષ ૨૦૧૪માં ૨.૫૪ લાખ મતાથી લીડ પછી ૨૦૧૯માં ૩.૦૫ લાખ મતની ધીંગી લીડ ભાજપે મેળવી હતી. આ વખતે પાંચ લાખ કે વધુ મતે જીતનો ટાર્ગેટ કચ્છ ભાજપના  નેતાઓ, કાર્યકરોને અપાયો છે. ૨૦૧૪ના પરિણામની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર ચાવડાને ૫,૬૨,૮૫૫ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારને ૩,૦૮,૩૭૩ મત મળ્યા હતા. આમ, ભાજપના ઉમેદવારને ૫૯.૪૦ ટકા જયારે કોંગ્રેસના ઉમેદવારને ૩૨.૫૫ ટકા મત મળ્યા હતા. જયારે બસપા, અપક્ષ અને નોટાને ૭૫ હજારાથી વધુ મત મળ્યા હતા. ભાજપે ૨,૫૪,૪૮૨ મતની લીડાથી જીત મેળવી હતી. જ્યારે, ૨૦૧૯માં આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર વિનોદભાઈને ૬,૩૭,૦૩૪ અને કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને ૩,૩૧,૫૨૧ મત મળ્યા હતા. જયારે બસપા અને અપક્ષને ૮ હજારાથી વધુ મત મળ્યા હતા. ભાજપે ૩,૦૫,૫૧૩ મતની લીડાથી જીત મેળવી હતી. કચ્છ બેઠક ઉપર આ વખતે કુલ ૧૯,૩૫,૩૩૮ મતદારો છે અને સરેરાશ ૬૦ ટકા આસપાસ મતદાનનો રેશિયો જળવાતો રહ્યો છે. આ સંજોગોમાં કુલ ૧૯.૩૫ લાખ મતદારોનું મતદાન વાધારી લીડ વાધારવાની દિશામાં ભાજપ કાર્યરત છે.

આ બેઠક પર એક- એક વખત સ્વતંત્ર અને જનતા પક્ષના ઉમેદવાર પણ ચૂંટાયા 

લોકસભાની ચૂંટણીમાં કચ્છ બેઠક ભાજપ આઠ વખત અને કોંગ્રેસ સાત વખત જીતી છે. કચ્છ બેઠક પર કુલ ૧૭ વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં, ભાજપ- કોંગ્રેસ ઉપરાંત એક એક વખત સ્વતંત્ર પક્ષ અને જનતા પક્ષના ઉમેદવાર પણ આ બેઠક પરાથી ચૂંટાઈ આવ્યા છે. આ બેઠક પર પ્રાથમ વખત ૧૯૮૯માં ભાજપ તરફાથી બાબુભાઈ શાહ ચૂંટાઈ આવ્યા હતા. જયારે સૌથી વધુ વખત ભાજપના પુષ્પદાન ગઢવી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.તેઓ ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

પુષ્પદાન ગઢવી ચાર   વખત સાંસદ તરીકે ચુંટાયા હતા

૧૯૫૨ (પૂર્વ) - ભવાનજી અર્જુન

૧૯૫૭(પશ્વિમ) ભવાનજી અર્જુન

૧૯૬૨- હિંમતસિંહજી

૧૯૬૭ - તુલસીદાસ શેઠ

૧૯૭૧ - મહિપરાય મહેતા

૧૯૭૭ - અનંત દવે

૧૯૮૦ - મહિપતરાય મહેતા

૧૯૮૪- ઉષાબેન ઠકકર

૧૯૮૯- બાબુભાઈ શાહ

૧૯૯૧- હરિલાલ પટેલ

૧૯૯૬- પુષ્પદાન ગઢવી

૧૯૯૮- પુષ્પદાન ગઢવી

૧૯૯૯- પુષ્પદાન ગઢવી

૨૦૦૪ - પુષ્પદાન ગઢવી

૨૦૦૯- પુનમબેન જાટ

૨૦૧૪- વિનોદ ચાવડા

૨૦૧૯- વિનોદ ચાવડા


Google NewsGoogle News