Get The App

ભુજમાં માનસિક વિકૃતિનો ચોંકાવનારો કિસ્સોઃ મહિલાના આંતરવસ્ત્રો ચોરતો તરૂણ ઝડપાયો

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
ભુજમાં માનસિક વિકૃતિનો ચોંકાવનારો કિસ્સોઃ મહિલાના આંતરવસ્ત્રો ચોરતો તરૂણ ઝડપાયો 1 - image


માનસિક વિકૃતિના મૂળમાં સોશ્યિલ મીડિયા!!

ટયુશન જવાને બહાને મહિલાના આંતરવસ્ત્રોની ચોરી કરી તેની સાથે માનસિક વિકૃતિનો આંનંદ ઉઠાવતો, થોકબંધ વસ્ત્રો મળી આવતા રહીશો ચોંક્યા  

ભુજ: દિવસને દિવસે વિકૃત માનસિકતાભરી ઘટનાઓ વધી રહી છે. સમાજમાં દુષિત વાતાવરણ ઊંભુ થઈ રહ્યું છે. આ માનસિક વિકૃતિ અને ગુનાખોરીના મૂળમાં સોશ્યિલ મીડિયા છે. સોશ્યિલ મીડિયા જ વિકૃતિ જન્માવે છે તેમ છતાં જાગૃતિ કે સાવચેતી કયાંય દેખાતી નથી. લોકોની માનસિકતા અધોગતિ તરફ ધકેલાઈ રહી છે ત્યારે ભુજમાં માનસિક વિકૃતિનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં ટયુશન જવાના બહાને ઘરેથી નીકળી મહિલાના આંતર વસ્ત્રોની ચોરી કરતો ધોરણ ૬માં અભ્યાસ કરતો તરૂણ ઝડપાયો છે. શહેરના સંસ્કારનગર સહિત આસપાસના વિસ્તારમાં મહિલાના આંતરવસ્ત્રોની ચોરી કરતા સગીરની ગંદી હરકતો સીસીટીવીમાં રેકર્ડ થયા બાદ સ્થાનિક રહેવાસીઓએ તેને પકડી પાડયો હતો. મહિલાના આંતરવસ્ત્રોની ચોરી કર્યા બાદ સગીર તેની સાથે માનસિક વિકૃતિનો આનંદ ઉઠાવતો હતો. 

ભુજના જાણીતા સંસ્કારનગરમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવારના સગીરે કરેલી આવી હરકતના પગલે ફીટકાર વરસી રહ્યો છે. આ વિસ્તારમાં એક મહિલાના આંતરવસ્ત્રોની ચોરી થયા બાદ સીસીટીવી ફુટેજ ચેક કરતા એક સગીર ઘરમાં પ્રવેશતા નજરે પડયો હતો. ત્યારબાદ તપાસ કરતા તે એ જ કોલોનીમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હોવાનું બહાર આવ્યું. ધો.૬માં અભ્યાસ કરતો તરૂણ ઘરેથી ટયુશન જવાના બહાને નીકળી જતો હતો અને આ રીતે મોકાનો ફાયદો ઉઠાવીને મકાનની અંદર સુકાતા કપડા પૈકી માત્ર મહિલાના આંતરવસ્ત્રોની જ ચોરી કરતો હતો. 

મનો વિકૃતિની હદ તો ત્યારે થઈ કે, જયારે તેને પકડી પડાયો અને સ્થાનિકોએ પૂછપરછ કરી ત્યારે કપડા ચોર્યા બાદ તે એક દુકાનના ગોડાઉનની આગળ સંતાડતો હતો જયાંથી મોટી સંખ્યામાં મહિલાના આંતરવસ્ત્રો મળી આવ્યા હતા. છેલ્લા એક દોઢ મહિનાથી આવી માનસિક ગંદી હરકત કરતો હોવાનું પણ તેને કબુલી લીધું છે. 

આંતરવસ્ત્રોની ચોરી કર્યા બાદ તે આ કપડા સાથે માનસિક વિકૃતિનો આનંદ ઉઠાવતો હતો. ગતરોજ સીસીટીવીના માધ્યમથી તેને પકડી પાડયા બાદ તે સગીરની સંપૂર્ણ ઓળખ થઈ ગઈ છે. તેના માતા પિતાને પણ જાણ કરી દેવામાં આવી છે. આ સગીર સાયકો હોવાથી તેને માનસિક સારવારની જરૂર લાગી રહી છે. એટલું જ નહિં, તેને સુધારણા ગૃહમાં મોકલાય જેથી, ભવિષ્યમાં તે સુધરી શકે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. માનસિક વિકૃત સગીરના પરિવારને ભાડાનું ઘર છોડી દેવા જણાવાયું છે.  છેલ્લા એક દોઢ મહિનાથી તે સંસ્કારનગર, રાવલવાડી વિસ્તારમાં આ રીતે આંતરવસ્ત્રોની ચોરી કરતો હતો. 

સુપ્રીમ કોર્ટના ગાઈડ લાઈન મુજબ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી અને પ્રસારિત કરવી એ પોક્સો કાયદા હેઠળ ગંભીર ગુનો છે. લોકો ઈન્ટરનેટ પર વીડિયો જુવે છે અને વિકૃત બને છે ત્યારે આજકાલ તરૂણો પણ મોબાઈલમાં આ પ્રકારના વીડિયો જોઈને વિકૃત બની રહ્યા છે જેનો ચોંકાવનારો આ કિસ્સો છે.


Google NewsGoogle News