Get The App

બૂઢારમોરાની કેમો કંપનીમાં ધગધગતું પ્રવાહી સ્ટીલ શરીર પર પડતાં સાત મજૂરો જીવતાં સળગ્યાં: ત્રણનાં કરૃણ મૃત્યુ

- એકની હાલત અતિ ગંભીર, ત્રણ શ્રમિક ભયમુક્ત : જીવતાં દોઝખ જેવા મોત સાથે માનવ જિંદગીઓ હોમાઈ, માનવીય ભૂલ કે ટેક્નિકલ ફોલ્ટ?

તપાસ કરી બેદરકારી - દાખવનારાંઓ સામે ફરિયાદ નોંધાશે- પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
બૂઢારમોરાની કેમો કંપનીમાં ધગધગતું પ્રવાહી સ્ટીલ શરીર પર પડતાં સાત મજૂરો જીવતાં સળગ્યાં: ત્રણનાં કરૃણ મૃત્યુ 1 - image

ગાંધીધામ, તા. ૧૫ 

ભૂકંપ બાદ કચ્છમાં અનેક ઔાધોગિક એકમોએ પોતાના એકમ અહીં સૃથાપ્યા છે, પરંતુ મોટાભાગના એકમો સેફ્ટીના નિયમોનું પાલન ન કરતાં હોવાથી અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે. પરંતુ આવા બનાવોમાં કોઈ જ કામગીરી થતી નાથી અને ફાઇલ અભેરાઈએ ચડાવી દેવામાં આવતી હોવાથી ઔાધોગિક એકમોમાં આવા બનાવો ઘટવાની જગ્યાએ દિવસે-દિવસે વાધી રહ્યા છે. ત્યારે ફરી અંજાર તાલુકાના બુઢારમોરા નજીક આવેલી કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં ઉકળતું પ્રવાહી સ્ટીલ ટેકનિકલ ફાલ્ટના કારણે છલકાઈને આસપાસ કામ કરી રહેલાં સાત શ્રમિકો ઉપર પડતાં ભડભડ સળગવા લાગ્યાં હતાં. ગંભીર રીતે દાઝેલા ૩ શ્રમિકોના મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે અન્ય ૪ શ્રમિકો સારવાર હેઠળ છે. જેમાંથી એક શ્રમિકની હાલત હજુ અત્યંત નાજુક છે. તપાસ બાદ બેદરકારી દાખવનારાં સામે કાર્યવાહી કરાશે તેમ પૂર્વ કચ્છ પોલીસ વડાએ જણાવ્યું હતું.

મકરસંક્રાંતિ પર્વની પરોઢે પોણા ચાર વાગ્યાના અરસામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઉકળતું પ્રવાહી પોલાદ અચાનક ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા ભઠ્ઠીથી બહાર આવવા લાગ્યું હતું. જે ભઠ્ઠીની આસપાસ કામ કરી રહેલા ૭ મજૂરોના શરીરે પડયું હતું. આ ધખાધખતા પ્રવાહી પડતાની સાથે જ મજૂરોના શરીર અને આસપાસના વિસ્તારમાં આગ લાગી ગઈ હતી. આ અતિ જ્વલનશીલ પદાર્થ મજૂરોના શરીરે પડતાં મજૂરોની કારમી ચીસોથી સમગ્ર કંપની ગાજી ઉઠી હતી. જેાથી તમામને તાત્કાલિક આદિપુરની ડિવાઇન લાઇફ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. ગંભીર રીતે દાઝેલા ૭ મજૂરો માથી ચાર જણની હાલત અતિ ગંભીર હોવાથી તેમને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. 

સારવાર દરમિયાન સાંજે ૨૧ વર્ષના સુરેન્દ્રપાલ દાદુરામ લોધ નામના શ્રમિકનું મોત થયું હતું. અમદાવાદમાં સારવાર હેઠળ રહેલાં ૨૮ વર્ષીય વિજયકુમાર અને ૨૩ વર્ષીય પુષ્પન્દ્રકુમાર રાજેન્દ્રપ્રસાદના મૃત્યુ નીપજ્યાં હતાં. સારવાર હેઠળ રહેલાં ૪૦ વર્ષીય રવિરામ કિશોરરામની હાલત હાલની સિૃથતિએ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં દાઝી ગયેલા અન્ય ત્રણ શ્રમિકો દીપકકુમાર સંતોષકુમાર, અમિત કુમાર અને રાજકુમારની તબિયત સુાધારા પર હોવાનું આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતેાથી જાણવા મળ્યું હતું. 

સામાન્ય રીતે કચ્છના ઔાધોગોમાં બનતા મૃત્યુના બનાવોમાં પોલીસ અકસ્માત મૃત્યુની નોંધ કરે છે અને તપાસ કરવાનું નાટક કરી થોડા સમય બાદ ફાઇલ અભેરાઈએ ચડાવી દઈ આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નાથી. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ સહિતના અન્ય વિભાગો તો જાણે માત્ર મલાઈ ખાવા જ હોય તેમ તેમના દ્વારા તો કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નાથી હોતી. પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યુ હતું કે, આ બાબતે ટેકનિકલ ટીમને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવમાં જેમની પણ બેદરકારી હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. 

સિહોર પાસે પખવાડિયા પહેલાં સ્ટીલ ફેક્ટરીમાં આ જ રીતે ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યાં હતાં

ગત પચ્ચીસ ડીસેમ્બરે સિહોર તાલુકાના નેસડા રોડ પરની જીઆઇડીસીમાં આવેલ રૃદ્રા ગ્લોબલ ઇન્ફ્રા લિ. નામની સળિયા બનાવવાની ફેક્ટરીમાં લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાંથી લોખંડનો રસ (લાવા) બહાર આવી પાંચ શ્રમિક ઉપર પડયો હતો. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન કુલ ત્રણ મૃત્યુ નિપજ્યાં હતાં. આ કિસ્સામાં હજૂ કાર્યવાહી થઈ નથી.

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગનું જાણે વજૂદ નથી

ખાનગી કંપનીઓમાં કામ કરતાં મજૂરોની સેફ્ટી રાખવામાં આવે તે માટે સરકારનું ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ કાર્યરત છે. પરંતુ અત્યાર સુાધી આ વિભાગ દ્વારા કોઈ ગણનાપાત્ર કામગીરી કરાયાનું બહાર આવ્યું નાથી. ગંભીર બનાવ સમયે પણ તપાસના આદેશની રાહ જાતો આ વિભાગ હજુ સુાધી એકશનમાં આવ્યો નાથી. અમુક અિધકારીઓ ઉપર માત્ર ખિસ્સા ગરમ કરતાં હોવાના આક્ષેપો થતાં રહ્યાં છે. આ વિભાગ જાગે અને સેફ્ટી વગર મજૂરો પાસે કામ કરાવતી કંપનીઓ સામે ફરિયાદી બની સાઅપરાધ મનુષ્યવાધ સહિતની કલમો હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવે તેવી માંગ ઉઠી રહી છે. 

કંપનીમાં કામ કરતાં તમામ મજૂરો પરપ્રાંતિય

કોઈપણ કંપનીમાં ૮૦ ટકા વ્યક્તિઓ સૃથાનિક અને ૨૦ ટકા પરપ્રાંતિય મજૂરો રાખવાનો નિયમ છે. જેાથી સૃથાનિકોને રોજગારી મળી રહે પરંતુ કચ્છમાં મોટા ભાગની કંપનીઓમાં સૃથાનિક લોકોને રોજગારી આપવામાં જ નાથી આવતી તેવી ફરિયાદો અનેક વખત ઉઠી છે.  કેમો કંપનીમાં કામ કરતાં તમામ મજૂરો પરપ્રાંતિય છે સૃથાનિક એક પણ નાથી. આ અંગે સૃથાનિક લોકોએ પણ રોષ પ્રગટ કર્યો હતો. 

બનાવ ઉદ્યોગજગત માટે લાંછનરૃપ-કોંગ્રેસ

આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ છે અને ઉદ્યોગજગત માટે લાંછનરૃપ છે. કામદારોની સુરક્ષા અને વાયબ્રન્ટ ગુજરાતની મોટી મોટી વાતો કરનાર ગુજરાતની ભાજપ સરકારમાં હજી કેટલા ગરીબો આવા અકસ્માતોથી મૃત્યુ પામતા રહેશે? આવી કંપનીઓમાં સેફટીના સાધનો અને ઉપકરણોનો સતત અભાવ રહે છે અને સેફ્ટી સાધનો તેમજ અદ્યતન ઉપકરણોથી સજ્જ રાખવાની વાત માત્ર કાગળ ઉપર જ છે. સરકારની વાહવાહી કરનાર કોર્પોરેટ સંગઠનોએ કામદારોની સુરક્ષા સઘન થાય તે દિશામાં સરકાર પાસે સાચી વાસ્તવિકતા રજૂ કરવી જોઈએ. મૃતકના પરિજનોને તાથા  દાઝેલા શ્રમજીવીઓને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ એવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને કલેક્ટરને રૃબરૃ આવેદન આપવા ગયેલા ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું. 

+++++



Google NewsGoogle News