રૃદ્રમાતા પુલનો બીજો સ્પાન ગમે ત્યારે તૂટશેઃ રિપોર્ટમાં ચેતવણી
- મેઈન ક્રેકની આસપાસ તિરાડ મળતાં અવરજવર માટે પુલ જોખમી જાહેર
ભુજ,શુક્રવાર
સરહદી વિસ્તારને જોડતા ભુજ- ખાવડા માર્ગે આવેલો મહત્વનો રૃદ્રમાતા પુલનો બીજો સ્પાન ગમે ત્યારે તૂટી પડશે તેવી ભીતિ સત્તાવાર રીતે વ્યક્ત કરાઈ છે. બે વર્ષાથી ભુજ- ખાવડા માર્ગ ઉપર રૃદ્રમાતા પુલ પર મીઠાના વાહનોનું પરિવહન ચાલુ થયા બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જર્જરીત થવા ઉપરાંત રૃદ્રમાતા પુલ પણ જોખમી બન્યો અને આખરે આ પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. રૃદ્રમાતા પુલના સ્પાન- ૨માં જમણી બાજુના ગર્ડરમાં ઉભી તિરાડ પડતા તાકિદે મોટી દુર્ઘટના અને જાનહાનિ ન સર્જાય તે માટે ભારે અતિ ભારે વાહનોની પ્રવેશબંધી ફરમાવાઈ હતી. પુલની તપાસણી બાદ રોડ એન્જિનિયરિંગ એજન્સીએ આપેલા રિપોર્ટ મુજબ પુલનો બીજો સ્પાન પણ ગમે ત્યારે પડી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. રૃદ્રમાતા પુલ ઉપર મેઈન ક્રેકની આજુબાજુ અનેક નાની તિરાડો જોવા મળી છે. આ કારણે ભારે વાહનોનું પરિવહન થાય તો પૂલ ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ છે. માર્ગ અને મકાન વર્તુળ, ગાંધીનગરની ડિઝાઈન ટીમ દ્વારા તારીખ ૪ ઓગસ્ટના બ્રિજની સંયુક્ત તપાસ કરવામાં આવી ત્યારબાદ અિધક્ષક ઈજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ ગાંધીનગર દ્વારા તારીખ ૫ ઓગસ્ટના સૃથળ પર તપાસણી કરવામાં આવી હતી તેમજ જીઓ ડિઝાઈન રીસર્ચ પ્રા.લી. વડોદરાના બ્રિજ નિષ્ણાંતની ટીમ દ્વારા પણ આ નુકશાન પામેલ સ્પાન-૦૨ના સિૃથતીની ગર્ડરમાં ઝુકાવ વિગેરેની તપાસણી કરવામાં આવી હતી.
આ તપાસણી બાદ આવેલા રિપોર્ટે ચોંકાવી દીધા છે. માર્ગ અને મકાન વર્તુળ, ગાંધીનગરની ડિઝાઈન ટીમના રિપોર્ટ મુજબ જમણી બાજુના ગર્ડરમાં બીજી ફ્લેક્સચર શિઅર ક્રેક્સ (બીમ નમવાથી આૃથવા તો સ્પાન વચ્ચેનું બેલેન્સ ખોરવાતાં પડેલી નાની - નાની તિરાડો કે જે બ્રીજ માટે જોખમી બને છે) પણ મેઈન ક્રેકની આજુબાજુ જોવા મળેલ છે. તેમજ બ્રિજના ગર્ડર બીમની સિૃથતી પણ ખુબ જ ગંભીર હોય વાહન યાતાયાત માટે જોખમી છે. જીઓ રિસર્ચ પ્રા.લી.વડોદરાના બ્રિજ નિષ્ણાંતોની ટીમ દ્વારા આપવામાં આવેલ તપાસણી મુજબ પણ બ્રિજની સિૃથતી જોખમી છે. હયાત બ્રિજના સ્પાન- ૦૨માં આવેલ ઝુકાવના લીધે આ બીજો સ્પાન પણ ગમે ત્યારે પડી જવાની સંભાવના પણ વ્યકત કરી છે. જેાથી, આ રૃદ્રમાતા પુલ પર તમામ વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવા અભિપ્રાય પણ આપવામાં આવ્યો છે. જો કે, હાલના તબક્કે એક મહિના સુાધી જાહેરનામાની અવિાધ લંબાવાઈ છે અને ભારે વાહનો માટે આ પુલ બંધ રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા દોઢ બે વર્ષાથી સરહદી ખાવડા માર્ગે બેફામ ઓવરલોડ મીઠાનું પરિવહન ચાલુ રહેતા રૃદ્રમાતા પુલ જર્જરીત બન્યો છે. ત્યારે, આ નુકશાની માટે જવાબદાર ઔદ્યોગિક એકમો સામે પણ પગલાં ભરવા જોઈએ અને પુલના સમારકામ ઉપરાંત નવો પુલ બન્યા બાદ તેના ઉપર ફરીથી મીઠાનું પરિવહન ચાલુ ન થાય તેની પણ તકેદારી રાખવી પડશે.
બે કાંઠા ૧૨ મીટર ઉંચા હોવાથી ડાયવર્ઝન અશક્ય
રૃદ્રમાતા ડેમમા અંદાજે ૫થી ૬ મીટર ઉંડાઈ અને ૧૫૦ મીટર પૂર્ણ પહોળાઈમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી તેમજ ડેમ બંને કાંઠાઓ અંદાજે ૧૨ મીટર જેટલા ઉંચા હોવાથી આ પુલની બાજુમાં પાઈપ ફીટ કરીને ડાયવર્ઝન બનાવવું પણ શક્ય નાથી તેમ જાણકાર સૂત્રોનું કહેવું છે.
ડેમમાં ૧૯ ફુટ પાણી, મરામત કે બાંધકામ શક્ય નથી
હાલના તબક્કે ક્રેઈનાથી અસરગ્રસ્ત સ્પાનનું જરૃરી ટેસ્ટીંંગ હાથ ધરવામાં આવ્યું છે. નુકશાની માટે કરવાની થતી કામગીરી માટે બ્રીજ નિષ્ણાંત ટીમ પાસેાથી અભિપ્રાય લેવામાં આવ્યો છે. નુકશાની માટે એસ્ટીમેન્ટની મંજુરીની પ્રક્રિયા પણ શરૃ કરી દેવામાં આવી છે. હાલના તબક્કે ડેમમાં ૧૯ ફુટ પાણી ભરાયેલ હોવાથી આ ક્ષતિગ્રસ્ત સ્પાનની જરૃરી ટેસ્ટીંગ અને મરામત માટે ટીમની કામગીરી માટે ટેમ્પરેરી સ્કેફોલ્ડીંગ બાંધકામ કરવું પણ શક્ય નાથી.
મેડિકલ, પેસેન્જર કાર, ટુવ્હીલર વાહનોને છુટ
રૃદ્રમાતા ૫ુલ ભારે વાહનો માટે હજુ એક મહિનો બંધઃ કલેક્ટર દ્વારા જાહેરનામું
રૃદ્રમાતા પુલ જર્જરીત થયા બાદ પંદર દિવસ માટે જાહેરનામું બહાર પાડીને પંદર દિવસ માટે ભારે અતિ ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી હતી. જો કે, વર્તમાન સમયમાં સમારકામ શક્ય ન બનતા આ જાહેરનામાને વધુ એક મહિના માટે લંબાવાયો છે. એટલે હજુ એક મહિનો સુાધી આ રૃદ્રમાતા પુલ પર ભારે અતિ ભારે વાહનો પસાર થઈ શકશે નહિં જયારે ટુ વ્હીલર સરકારી વાહનો અને એમ્બ્યુલન્સ તેમજ પેસેન્જર કાર પસાર થઈ શકશે. જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા અનુસાર રૃદ્રમાતા પુલ પરાથી મેડિકલ ઈમરજન્સી વાહનો, પેસેન્જર કાર તેમજ ટુ વ્હીલર પસાર થઈ શકશે. અગાઉ જે પંદર દિવસ માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો હતો. જે જાહેરનામાની મુદત આવતીકાલે પૂર્ણ થતી હોઈ તેમાં એક મહિનાનો વાધારો કરાતા હવે આગામી એક મહિના સુાધી એટલે કે તારીખ ૧૭/૯/૨૦૨૩ સુાધી ભારે વાહનો માટે ફરીથી પ્રતિબંધ લગાવાયો છે. અગાઉની જેમ જ ભારે અતિ ભારે વાહનો ભુજાથી નાગોર, રાયાધણપર, વરનોરા નાના, ઝીંકડી, લોડાઈ, ધ્રંગ, કુનરિયા, જંકશનવાળા સ્ટેટ હાઈવે તેમજ ભુજાથી નખત્રાણા- નિરોણા લોરીયાવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે.