Get The App

આંબાપરમાં સગીરાએ ગળેફાસો ખાઈ આપઘાત કર્યો

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
આંબાપરમાં સગીરાએ ગળેફાસો ખાઈ આપઘાત કર્યો 1 - image


જૂની સુંદરપુરીમાં આધેડે ગળેફાસો ખાઈ લેતા મોત

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં અંજાર અને ગાંધીધામમાં બે આપઘાતના બનાવ સામે આવ્યા હતા. જેમાં અંજાર તાલુકાના આંબાપર ગામમાંની સીમમાં આવેલી વાડીમાં સગીરાએ ઝાડ પર દોરી વડે ગળે ફાસો ખાઈ આપઘાટ કરી લીધો હતો. તો બીજી બાજુમાં ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતા આધેડે પોતાના રહેણાંક મકાનમાં સીલિંગમાં રસી વડે ગળેફાસો ખાઈ મોત વહાલું કર્યું હતું. 

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અંજારના આંબાપર ગામની સીમમાં આવેલી શામજીભાઈ કાનાભાઈની વાડીમાં રહેતી ૧૨ વર્ષીય કૈલાશ દિપકભાઈ હઠીલાએ વાડીના ઝાડ પર દોરી વડે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધું હતો. તો બીજી બાજુ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં ખેતરપાળ ચોક પાસે રહેતા ૪૭ વર્ષીય દેવજીભાઈ મુળજીભાઈ પાતારીયાએ પોતાના રહેણાંક મકાનમાં રેલિંગમાં રસી વડે ગળેફાસો ખાઈ લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું.


Google NewsGoogle News