ઉભી તિરાડ પડતા રૃદ્રમાતા પુલ ભારે અતિભારે વાહનો માટે બંધ
- બે વર્ષથી મીઠાની ઓવરલોડ ગાડીઓના પરિવહનના કારણે
ભુજ,ગુરૃવાર
છેલ્લા બે વર્ષાથી ભુજ- ખાવડા માર્ગે મીઠાનું પરિવહન ચાલુ થયા બાદ સરહદી વિસ્તારના માર્ગો તૂટવા લાગ્યા છે. ત્યારે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ- ૩૪૧ ભુજ- ખાવડા- ધર્મશાળા રોડ પર હયાત જુના રૃદ્રમાતા મેજર બ્રિજ પણ જર્જરીત થતા રૃદ્રમાતા પુલની મરાંમત કરવાની હોવાથી પંદર દિવસ માટે ભારે અતિભારે વાહનો માટે આ પુલ બંધ કરવામાં આવ્યો છે. બ્રીજના સ્પાન- ૨માં જમણી બાજુના ગર્ડરમાં ઉભી તિરાડ પડતા મોટી દુર્ઘટના અને જાનહાનિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને પંદર દિવસ માટે આ પુલ પર ભારે અતિ ભારે વાહનોની પ્રવેશબંધી ફરમાવાઈ છે.
ભુજ- ખાવડા હાઈવે પર રૃદ્રમાતા પુલ વર્ષ- ૧૯૬૨માં બનાવવામાં આવ્યો છે. અંદાજીત ૬૦ વર્ષ જુના આ પુલની સલામતિ ટકી રહી હતી પરંતુ છેલ્લા બે વર્ષાથી મીઠાના ઓવરલોડ વાહનો પસાર થવાનું શરૃ થતા જ પુલ ઉપર જોખમ ઉભુ થયું હતુ ત્યારે આજરોજ નાયબ પોલીસ અિધક્ષક ભુજ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર આગામી પંદર દિવસ સુાધી આ પુલ પર મરંમતની કામગીરી કરવામાં આવશે જેાથી કરીને ભારે અતિભારે વાહનોની અવરજવર બંધ રહેશે અને વૈકલ્પિક રસ્તા દર્શાવાય છે. ભુજ- ખાવડા તરફ જવા માટે વૈકલ્પિક રસ્તામાં વાહન ચાલકોએ ભુજાથી નાગોર રાયાધણપર, વરનોરા, નાના, ઝીંકડી, લોડાઈ, ધ્રંગ, કુનરીયા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે. જયારે ભારે અતિ ભારે વાહનો ભુજાથી નખત્રાણા નિરોણા, લોરીયાવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે. જયારે મેડીકલ પેસેન્જર કાર, દ્રિ ચક્રી વાહનોની અવરજવર ચાલુ રાખી શકાશે. પોલીસને બંદોબસ્ત રાખવા સુચન કરાયું છે.
ભારત- પાક વચ્ચે જો લડાકુ જેવી સિૃથતી ઉભી થાય તો આ પુલ બંધ હોય ત્યારે ખતરારૃપી માહોલ સર્જાઈ શકે તેમ છે. ઉલ્લેખનિય છે કે, સુમરાસરના અગ્રણી વિરમ રામજીભાઈ આહિર એ પણ આ પુલ પરાથી ઓવરલોડ વાહનો બંધ કરવા અને મરંમતની માંગ કરી હતી. બીજીતરફ, જો માર્ગેાથી રણોત્સવ વખતે હજારો વાહનો પસાર થતા હોય છે ત્યારે હજુ પણ ઓવરલોડ વાહનો બંધ કરવાની જરૃરિયાત વર્તાય છે.
૭૦ ટન વજન ધરાવતી મીઠાની ટ્રકો પસાર થાય છેઃ ૧.૧૦ લાખ નાગરિકોને અસર થશે
આ પુલ પરાથી પસાર થવું છેલ્લા કેટલાક સમયાથી ભયાવહ હતુ. આ પુલ ઉપરાથી દરરોજ અંદાજે ૭૦૦-૮૦૦ જેટલા નાના મોટા લોકલ ગામડાઓના વાહનો પસાર થાય છે. આ પુલને લીધે અંદાજીત ૧.૧૦ લાખ લોકો પ્રભાવિત થશે. ખાવડા નજીકની ખાનગી કંપનીના ભારેખમ ૨૫૦-૩૦૦ વાહનો પણ પસાર થાય છે જેમાં ૪૦-૫૦ ટન મીઠાનું વજન તાથા ૨૦-૨૨ ટન ટ્રકોનું વજન આમ કુલ મળીને ૭૦ ટન જેટલી વજન ધરાવતી ટ્રકો પસાર થાય છે. પરિણામે, પુલ ડ્રાયવર્ટ થાય છે. અંદાજે ૨૦૦ મીટરની લંબાઈ ધરાવતા આ પુલ પર ઘણી વખત એક સાથે અંદાજે ૫ થી ૬ ટ્રકો ઓવરલોડ પસાર થતી હોય છે. ત્યારે, હજુ પણ જો મીઠાના ઓવરલોડ વાહનો બંધ કરવામાં નહિં આવે તો દેશની સલામતિ પણ જોખમમાં મુકાશે.
મેડિકલ ઈમરજન્સી, પેસેન્જર કાર, દ્રિચક્રી વાહનો પસાર થઈ શકશે
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૩૪૧ પર આવેલ હયાત જુના બ્રીજ પર મેડીકલ ઈમરજન્સી , પેસેન્જર કાર તેમજ દ્રિચક્રી વાહનો પસાર થઈ શકશે. જયારે અન્ય ભારે સહિતના વાહનો માટે પંદર દિવસ માટે બંધ રહેશે.
ભુજથી ખાવડા તરફ જવા ભારે વાહનો માટે લોરીયાનો વૈકલ્પિક રસ્તો
ભુજાથી નાગોર, રાયાધણપર, વરનોરા નાના, ઝીંકડી, લોડાઈ, ધ્રંગ, કુનરીયા, જંકશનવાળા સ્ટેટ હાઈવેાથી વાહન વ્યવહાર ચાલુ રહેશે. ભારે અતિભારે વાહનો ભુજાથી નખત્રાણા- નિરોણા લોરીયાવાળા રસ્તાનો ઉપયોગ કરશે.