રેડઝોન અમદાવાદમાંથી આઠ બસ ભરી કચ્છના લોકોને વતનમાં પરત લવાયા
- ૨ માસથી ફસાયેલા ૨૦૦થી વધુ લોકોને મંજુરી બાદ ઘરે પહોંચાડયા
ભુજ,ગુરૃવાર
કચ્છના અનેક લોકો બહારના રાજ્યો તાથા જિલ્લામાં ફસાયેલા છે. જેઓને પાછા લાવવાની ઉઠેલી માંગણી બાદ રેડઝોન બની ચુકેલા અમદાવાદમાં ફસાઈ ગયેલા કચ્છીમાડુઓને ગઈકાલે રાત્રે ૮ બસ ભરીને કચ્છ લવાયા હતા.
અમદાવાદમાં ધંધા- રોજગાર આૃર્થે સૃથાયી થયેલા, હોસ્પીટલના કોઈ કામ આૃર્થે કે અન્ય કામસર ગયેલા લોકો છેલ્લા બે માસાથી હાલાકી વેઠતા હતા. જેના કારણે આ મુદે સરકારમાં રજુઆત કરીને અમદાવાદાથી કચ્છ લઈ આવવા મંજુરી મંગાતા પરવાનગી બાદ કુલ ૮ બસમાં સામાજિક અંતર જાળવીને ૨૦૦થી વધુ લોકોને કચ્છના જુદા જુદા તાલુકામાં પહોંચાડાયા હતા. સુત્રોના જણાવ્યા અનેક લોકોએ ઓનલાઈન પાસ મેળવવા ફોર્મ ભર્યા હતા પરંતુ તે રીજેકટ થતા હતા. જેના કારણે સમાજઅગ્રણી સમક્ષ રજુઆત કરાતા સરકારમાં ધા નાખતા આખરે વિવિાધ સમાજના લોકોને સયુંકત પ્રયાસાથી સફળ રીતે લવાયા હતા. કચ્છમાં પ્રવેશ કરતા જ તમામ લોકોને જે તે આરોગ્ય કેન્દ્ર ખાતે ઓબર્ઝવેશન હેઠળ લેવાયા હતા જ્યાં તમામનું આરોગ્ય ચકાસણી કરીને સરકારની ગાઈડલાઈન મુજબ હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાત્રે ૮ બસ ભરીને અમદાવાદાથી લોકો કચ્છમાં આવ્યા હોવાની વાત ફેલાતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, આરોગ્ય અિધકારીના જણાવ્યા મુજબ કચ્છ બહારાથી આવતા લોકોને આરોગ્ય ચકાસણી કરીને ક્વોન્ટાઈન કરાય છે તેાથી ખોટી અફવાથી લોકો બચે તે જરૃરી છે.