રાજકોટ અગ્નિકાંડઃ ભુજમાં સતત ત્રીજા દિવસે ફાયર સેફ્ટીની સઘન તપાસ જારી
સરકારી ,બિનસરકારી અનુદાનિત માધ્ય.ઉચ્ચ. માધ્ય.શાળાઓમાં ફરજ બજાવતા
જે જાહેર સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનો જોવા ન મળે તો તે સ્થળને સીલ મારવાની કાર્યવાહી, હોસ્પિટલના ઉપરના વધારાના માળને બંધ કરાવાયા
ભુજ: રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. તાત્કાલીક ધોરણે તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું છે. ભુજમાં પણ જે સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનો ન જોવા મળે તે તમામ સ્થળોને સીલ કરવામાં આવી રહ્યા છે. પાલિકા, ફાયર, પોલીસ, પીજીવીસીએલ સહિતના વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે સતત ત્રીજા દિવસે ભુજમાં ચેકિંગ હાથ ધરાયું હતું.
વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા આજે ભુજના ઉમા નગર પાસે આવેલ હોસ્પિટલોમા ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ફાયર સેફ્ટી ના સાધનો,આઇસીયુમાં ઇલેક્ટ્રિક વાયરીંગ, પાર્કિંગ વગેરે બાબતો આવરી લેવામાં આવી હતી. અમુક હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યાએ ઓફિસ બનાવી લેવામાં આવી છે તો અમુક જગ્યાએ ૧+૨ ફ્લોર ઉપરાંત છત પર કર્મચારીઓના રહેવા માટે પતરાના શેડ પણ બનાવી લેવામાં આવ્યા છે જેનો પણ તપાસ દરમિયાન પર્દાફાશ થયો હતો.
રાજકોટની ઘટનાના પડઘા માત્ર રાજકોટમાં જ નહીં બલકે સર્વત્ર પડયા છે. ભુજ પાલિકા, પોલીસ, પીજીવીસીએલ, માર્ગ મકાન વિભાગ દ્વારા જયાં લોકોની અવરજવર સૌથી વધુ થતી હોય તેવા સ્થળોએ ફાયર એનઓસી ની તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલ, મોલ, હોટલ સહિતની જગ્યાએ આકરા વલણ સાથે ફાયર એનઓી ન ધરાવનારા સામે કડક કાર્યવાહી થઈ છે.