Get The App

૮ કલાક વીજળી આપો : કચ્છના ૧૩૪ સબ સ્ટેશનો પર ખેડૂતોની સામૂહિક રજૂઆત

- પાંચથી છ કલાક જ વીજ પુરવઠો ફાળવાતા ઉનાળુ પાક સુકાઈ ગયો

- સબ સ્ટેશનો પર ખેડૂતોના એક દિવસીય પ્રતીક ધરણાં

Updated: Mar 25th, 2022


Google NewsGoogle News
૮ કલાક વીજળી આપો : કચ્છના ૧૩૪ સબ સ્ટેશનો પર ખેડૂતોની સામૂહિક રજૂઆત 1 - image

ભુજ,ગુરૃવાર

વીજ પુરવઠાની માંગ સાથે આજે કચ્છ જિલ્લાના ૧૩૪ સબ સ્ટેશનો પર ખેડૂતો દ્વારા એક દિવસીય પ્રતિક ધરણા સાથે રજુઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે ખેતી કાર્ય માટે ૮ કલાકના બદલે વીજ તંત્ર માંડ પાંચાથી છ કલાક વીજ પુરવઠો પુરો પાડે છે. દરેક સબ સ્ટેશન પર રજુઆત કરવામાં આવી હોય તેવી ઘટના સંભવિત પ્રાથમ વખત બની હતી. 

ઉનાળુ પાકના વાવેતર સમયે જ પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો પુરો ન પાડીને વીજ તંત્ર દ્વારા અન્યાય કરાય છે. ત્યારે, આજે કચ્છના દસેય તાલુકાઓના ખેડૂતો દ્વારા અપુરતા વીજ પુરવઠાને લઈને રજુઆત કરાઈ હતી. વીજ કચેરીના ચાર ડિવીઝન હેઠળના કુલ ૧૩૪ સબ સ્ટેશન પર ૮ કલાકની વીજળી પુરી પાડવા માંગ કરાઈ હતી. રજુઆત કરવાની સાથોસાથ એક દિવસીય પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા. આજે કચ્છના તમામ સબ સ્ટેશનો પર ખેડૂતો એકઠા થયા હતા. કચ્છની ભૌગોલિક સિૃથતી જોતા પાકને પાણીની વિશેષ જરૃરિયાત રહેતી હોય છે. તેવામાં જો અપુરતો વીજ પુરવઠો ફાળવાય તો પાકના ઉત્પાદન પર તેની સીધી અસર વર્તાય છે અને ખેડૂતોને આિાર્થક નુકશાન સહન કરવુ પડે છે.  કચ્છ કિસાન સંઘે જણાવ્યુ હતુ કે, અપુરતા વીજ પુરવઠાને લઈને જિલ્લામાં ૫૦ ટકા પાક સુકાવાને આરે છે. ત્યારે હવે બાકી બચેલા પાક માટે પુરતો પ્રવાહ અનિવાર્ય હોવાથી સળંગ આઠ કલાક વીજળી મળી રહે તેવી વ્યવસૃથા ગોઠવવા માંગ કરી છે.


Google NewsGoogle News