મુખ્યમંત્રી કચ્છની સંભવિત મુલાકાતે અધિકારી-કર્મીઓની દિવાળી બગડશે!

- બીએસએફ, પોલીસ જવાનોને ધોરડો ખાતે શુભકામના પાઠવશે

- દિવાળીના તહેવારો ટાંકણે મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારી કરવાની હોવાથી અધિકારી-કર્મીઓમાં ગમનો માહોલ

Updated: Oct 30th, 2021


Google NewsGoogle News
મુખ્યમંત્રી કચ્છની સંભવિત મુલાકાતે અધિકારી-કર્મીઓની દિવાળી બગડશે! 1 - image

ભુજ,શુક્રવાર

આગામી ૩ જી નવેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની સંભવિત મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીની આ મુલાકાતના પગલે  કચ્છના અિધકારી-કર્મચારીઓના દિવાળીના તહેવારો બગડે તેમ છે.

જાણવા મળ્યા પ્રમાણે, મુખ્યમંત્રી ૩ જીએ કચ્છ આવશે. ધોરડો ખાતે સાંજે ૫ કલાકે યોજાનારા કાર્યક્રમમાં બીએસએફ-પોલીસ જવાનોને મળી તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવશે અને મીઠાઈ આપશે. 

નવા વર્ષ પૂર્વે જવાનોનો ઉત્સાહ વાધારવા કચ્છ આવતા મુખ્યમંત્રીનો સારો ઉદ્ેશ્ય હોઈ શકે પરંતુ તેમની કચ્છ મુલાકાતના પગલે જિલ્લાના વહીવટી વિભાગના અિધકારીઓ-કર્મચારીઓાથી માંડીને પોલીસ અિધકારીઓ તેમજ કર્મચારીઓની દિવાળીના તહેવારો બગડે તેમ છે. વર્તમાનમાં આ અિધકારીઓ-કર્મચારીઓ હોંશે હોંશે પરિવારને સમય આપી રહ્યા છે અને દિવાળીની ખરીદીમાં મશગુલ છે. કોઈ ખાસ કામગીરીનું ભારણ હાલના દિવસોમાં નાથી તેવામાં મુખ્યમંત્રીની સંભવિત મુલાકાત જાહેર થતા જ તમામ અિધકારીઓ સજ્જાગ થઈ ગયા છે અને મુખ્યમંત્રી બન્યા બાદ પ્રાથમ વખત જ કચ્છની મુલાકાતે આવી રહેલા તેમની મુલાકાતમાં કોઈ કચાશ ન રહે તેાથી તૈયારીઓમાં લાગી ગયા છે. પરિણામે, આવનારા ત્રણેક દિવસો મુખ્યમંત્રીની મુલાકાતની કામગીરીમાં જ જશે અને તે પણ ધોરડો ખાતે હોવાથી અિધકારી-કર્મચારીઓના ફેરા વાધી જશે. વળી, મુખ્યમંત્રી આવતા હોવાથી તેમનો બંદોબસ્ત પણ ગોઠવવાનો હોવાથી પોલીસ કર્મચારીઓમાં પણ આંતરિક નારાજગી હોઈ શકે. આમ, હાલ તો મુખ્યમંત્રીની સંભવિત કચ્છ મુલાકાતને લઈને અિધકારી-કર્મચારીઓમાં ખુશીનો નહિં પરંતુ ગમ નો માહોલ છે.


Google NewsGoogle News