અંજારમાં ધૂળેટી નિમિત્તે 'ઘેર'ની તૈયારીઃ ૨૦૦ વર્ષ જૂની પરંપરા

- અંજારમાં ૨૦૦ વર્ષ જૂની પરંપરા હજુએ અકબંધ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
અંજારમાં ધૂળેટી નિમિત્તે 'ઘેર'ની તૈયારીઃ ૨૦૦ વર્ષ જૂની પરંપરા 1 - image

ગાંધીધામ તા. ૧૮

અંજારમાં ધૂળેટીના પાવન દિવસે ૨૦૦ વર્ષાથી પણ જૂની પરંપરા મુજબ ઇશાક-ઈશાકડીનાં લગ્નોત્સવની ધામાધૂમાથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ ઉજવણી સંદર્ભે માણેકસૃથંભ રોપણ સહિતના પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે. શનિવારે હોળાષ્ટકનાં પ્રારંભ સાથે જ સાંજના ૬ વાગ્યે માણેક સૃથંભને ભીડમાંથી લઈ ઉભી બજારે ગંગા બજાર,કસ્ટમ ચોકાથી શિવાજી રોડાથી લઈ માંડવા નીચે મોહનભાઈ કંસારાની દુકાન પાસે માણેક સૃથભનું રોપણ કરવામાં આવ્યું હતું.

આગામી ફાગણ સુદ પુનમ તા.૨૪-૩ને રવિવારે હોળીનો તહેવાર ઉજવાશે. જ્યારે ફાગણ વદ -૧, પડવો અને તા.૨૫-૩ને સોમવારના ધૂળેટીનાં દિવસે ઇશાક-ઇશાકડીનો લગ્નત્સવ યોજાશે. આ માટે ઉજવણીના ઠેર ઠેર લીંબુ, મરચા, રીંગણાનાં તોરણ બંધાશે. સાંજના ૬ વાગ્યે ભીડ ચોકમાંથી ઘેર શરૃ થશે. જે ગંગાનાકા, લોહાર ચકલા, મચ્છીપીઠ માંથી મોહનરાયજીનાં મંદિરાથી લાખાણી ચોક, સોરઠિયા ફળિયામાંથી હનુમાનજીના મંદિર પાસેાથી થઈ ઘનશ્યામ નિવાસ, મોઢ ફળિયાથી માણેક સ્તંભ પાસે અને ત્યાંથી શિવાજી રોડ પાસેાથી લાલ બહાદુર શાી રોડ પરાથી કસ્ટમ ચોક પાસેાથી ગંગા બજારમાં ગંગાનાકા બહાર નીકળશે અને નાકા બહાર પૂર્ણાહુતિ થશે. હોળી ઉત્સવને લઇને કમિટીના પ્રમુખ જીજ્ઞોશભાઈ રમણિકલાલ પલણ તાથા સભ્યો દ્વારા તૈયારીઓ શરૃ કરાઇ છે તેવું જણાવવામાં આવ્યું હતું. 


Google NewsGoogle News