જમીન કૌભાંડ કેસમાં પ્રદિપ શર્મા જેલ હવાલે

- બિલ્ડરને વધુ ચાર દિવસ રિમાન્ડ

- ભુજની રોડ ટચ કરોડોની સરકારી જમીન બજાર કરતા નીચા ભાવે આપવા મંજૂરીનો હુકમ કર્યો હતો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
જમીન કૌભાંડ કેસમાં પ્રદિપ શર્મા જેલ હવાલે 1 - image

ભુજ,  સોમવાર

ભુજની રોડ ટચ આવેલી સરકારી ખરાબાની કરોડોની લાગુ જમીનને બજાર કરતા ઓછી કિંમતે બીનખેતી માટે મંજુરી આપી સરકાર સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરવાના કેસમાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને જમીન પાસ કરાવનારા બિલ્ડર સંજય છોટાલાલ શાહના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં સીઆઇડી ક્રાઇમે બન્ને આરોપીઓને ફરાધર રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે પૂર્વ કલેક્ટરને જ્યુડીશીય કસ્ટડીમાં મોકલવાનો અને બિલ્ડરના વાધુ ચાર દિવસના રિમાન્ડ આપતો હુકમ કર્યો હતો.

ભુજના નાયબ મામલતદારે સીઆઇડી ક્રાઇમ બોર્ડર જોન ભુજની કચેરીમાં પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને ભુજના બિલ્ડર સંજય શાહ સહિતનાઓ સામે ભુજની સરકારી ખરાબાની લાગુ જમીન પોતાના હોદાના રૃહે સરકારને નૂકશાન પહોંચે તે રીતે શરતોનો ભંગ કરીને બીનખેતી માટેની મંજુરીનો હુકમ કરી સરકાર સાથે છેતરપીંડી કર્યા સબબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સીઆઇડી ક્રાઇમે પૂર્વ કલેકટર અને બિલ્ડરની ધરપકડ કરીને સોમવાર સુાધીના રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂરા થતાં વાધુ રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા બિલ્ડર સંજય શાહ પાસેાથી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાના હોવાનું કારણ જણાવી વાધુ રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટમાં કાયદાકીય ઉાધલપાથલ વચ્ચે ભારે દલીલો બાદ કોર્ટે સંજય શાહના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે પૂર્વ કલેક્ટરને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.


Google NewsGoogle News