Get The App

પૂર્વ કચ્છમાં ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર 7,165 લોકોને પોલીસે 2.78 કરોડ પરત અપાવ્યા

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
પૂર્વ કચ્છમાં ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર 7,165 લોકોને  પોલીસે 2.78 કરોડ પરત અપાવ્યા 1 - image


સાયબર ક્રાઇમ અંગે જાગૃત થવા લોકોને અપીલ કરાઈ 

પશ્ચિમ કચ્છમાં ભોગ બનનારાઓને કુલ ૧.૫૦ કરોડ રકમ પરત મળી 

ગાંધીધામ: કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે ઓછી જાગૃતા લીધે તેમજ લોભામણી સ્કીમો આપી વધુ પૈસા કમાવવાની લાલચ આવી કેટલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. જેમાં પૂર્વ કચ્છમાં વર્ષ ૨૦૨૧નાં ઓગસ્ટ મહિલાથી વર્ષ ૨૦૨૪નાં જુલાઈ મહિના સુધી સાયબર ક્રાઇમનો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. જેમાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરી અને ભોગ બનનારાઓને કુલ રૂ. ૨,૭૮,૨૭,૮૭૯ ની રકમ પરત અપાવી હતી.જ્યારે પશ્ચિમ કચ્છમાં સાયબર ક્રાઇમમાં ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનારાઓને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી કુલ રૂ. ૧,૫૦,૧૮,૫૪૯ રિફંડ કરાવ્યા છે. 

આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે વિગતો આપતા જણાવ્યુ હતું કે, પૂર્વ કચ્છમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ૧૬ ઓગસ્ટ ૨૦૨૧થી કાર્યરત કરવામાં આવ્યુ છે. જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનારની તાત્કાલિક મદદ કરવા નાણાકીય છેતરપિંડીમાં રોકવા માટે બેંક ખાતામાં રહેલ ફોર્ડની રકમ ફ્રીઝ કરી કોર્ટનાં હુકમ આધારે રકમ ભોગ બનનારને પરત આપવમાં આવે છે. જેમાં પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૧નાં સમયગાળા દરમિયાન સાયબર ક્રાઇમનાં ઓનલાઇન છેતરપિંડીનાં કુલ ૮૧૨ ગુના નોંધાયા હતા. જેમાં પોલીસે ભોગ બનનારાઓની કુલ રૂ. ૨૫,૮૭, ૭૦૮ રિફંડ કરાવી હતી.તો વર્ષ ૨૦૨૨નાં સમયગાળા દરમિયાન સાયબર ક્રાઇમનાં ઓનલાઇન છેતરપિંડીનાં કુલ ૧,૨૨૫ ગુના નોંધાયા હતા. જેમાં પોલીસે ભોગ બનનારાઓની કુલ રૂ. ૨૨,૪૧,૬૮૨ રિફંડ કરાવ્યા હતા તેમજ વર્ષ ૨૦૨૩નાં સમયગાળા દરમિયાન સાયબર ક્રાઇમનાં ઓનલાઇન છેતરપિંડીનાં કુલ ૨,૮૩૬ ગુના નોંધાયા હતા. જેમાં પોલીસે ભોગ બનનારાઓની કુલ રૂ. ૧,૦૭,૪૨,૭૩૧ રિફંડ કરાવી હતી અને ચાલું વર્ષમાં જુલાઈ મહિનામાં પણ કુલ ૩૩૨ લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભોગ બનનારાઓની કુલ રૂ. ૧,૪૯,૮૩૫ની રકમ લોકોને પરત અપાવી હતી.જ્યારે સોશિયલ મીડિયામાં હરેસમેન્ટ તેમજ ફેક આઈ. ડી અંગે વર્ષ ૨૦૨૧ થી ચાલું વર્ષ ૨૦૨૪ સુધી કુલ ૨૬ ગુના નોંધાયા હતા. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કુલ ૩૯ આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં સાયબર ક્રાઇમ સેલ વર્ષ  ૨૦૧૫ થી કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇબનો ભોગ બનનારાઓને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૨,૯૮,૮૪૪ તથા વર્ષ ૨૦૨૩માં રૂ. ૮૦,૬૯,૦૯૫ અને ચાલુ વર્ષ જુલાઈ ૨૦૨૪ સુધીમાં રૂ.૫૬,૫૦,૬૧૦ એમ કુલ રૂ.૧,૫૦,૧૮,૫૪૯ રિફંડ કરાવી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ભોગ બનનારાઓને રકમ પરત આપવામાં આવી હતી.તેમજ સોશિયલ મિડીયા સંબંધિત હરેસમેન્ટ તથા ફેક આઇ.ડી.ઓ અંગે આવતી ફરીયાદોમાં કાર્યવાહી કરી કુલ.૨૦૦ થી વધુ ફેક એકાઉન્ટ ડિલીટ કરાવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ દ્વારા કરાયેલા જનજાગૃતિના કાર્યક્રમો અને માહિતી અપાઈ 

સાયબર ક્રાઇમ દ્વારા સમયાંતરે સાયબર અવેરનેશનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં પોલીસ દ્વારા શાળા - કોલેજોમાં વિવિધ પ્રકારનાં સેમિનારોનું આયોજન કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યો છે. જિલ્લાની વિવિધ ભીળભાળ વાળી જગ્યાઓમાં લોકો જોઈ અને સમજી શકે તે માટે નાના - મોટા બેનર્સ લગાડી લોક જાગૃતિનાં કાર્યક્રમો કરવામાં આવે છે.લોક જાગૃતિ માટે સાયબર અવેરનેશની વીડિયો ક્લિપો તૈયાર કરી ટ્રાફિક જંક્શનો ઉપર કાર્યરત એલ. ઈ. ડી માં પોલીસ દ્વારા સતત પ્રસારિત કરવામાં આવે છે.અને કચ્છ જિલ્લામાં ૧૭૦ જેટલાં હોડગ્સ તૈયાર કરાવી જાહેર રસ્તાઓ પર લગાડવામાં આવ્યા છે.


Google NewsGoogle News