નખત્રાણામાં મારકૂટની ફરિયાદ પાછી ખેંચી લેવા પોલીસ અધિકારીઓની ધમકી
જુગારના ખોટા કેસમાં
હાઇકોર્ટે તપાસ કર્યા પછી અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી
ભુજ: નખત્રાણા પોલીસ અધિકારીઓએ જુગારનો કેસ કરીને માર માર્યા બાદ હાઇકોર્ટમાં લેખિત ફરિયાદ થયા બાદ હાઇકોર્ટનો તપાસ બાદ જવાદારો સામે ફરિયાદ દાખલ કરવા કરેલા હુકમ છતાં કોઇ કાર્યવાહી ન થઇ હોવાનું અને એ ફરિયાદ પરત ખેંચી લેવા સબબ નખત્રાણા પોલીસ મથકના બે પોલીસ કર્મીઓ દ્વારા ધાકધમકી અને દારૂના કેસમાં ફીટ કરી દેવા ધમકી અપાતી હોવાની પશ્ચિમ કચ્છ પોલીસ વડા સમક્ષ નખત્રાણાના ચંદ્રનગરના નવલસિંહ જામસિંહ સોઢાએ કરી છે.
ફરિયાદ અરજીમાં જણાવ્યું છે. કે, ચાર માસ અગાઉ નખત્રાણા પોલીસે જુગારનો કેસ ઉભો કરીને તેમના સમાજના લોકોને પીએસઆઇ રાજેશ બેગડીયા અને જેતે વખતના પીઆઇ ધવલ સિમ્પી દ્વારા મારકુટ કરવામાં આવી હતી. જે અંગ અગાઉ પોલીસ અધિક્ષકને મહિપતસિંહ રામસિંહ સોઢાએ કરી હતી. તેમજ આ અંગે હાઇકોર્ટમાં અરજી આપી હતી. જેમાં હાઇકોર્ટે એવો હુકમ કર્યો હતો. કે ઘટનાની તપાસ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવી તેમજ છતાં આટલો સમય પસાર થઇ ગયો પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું અને અરજદારને નખત્રાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા જશવંતદાન ગઢવી અને મયંક જોષીએ ફરિયાદીની બાઇક રોકાવી પોલીસ અધિકારીઓ સામે કરેલી ફરિયાદ પરત ખેંચી લેવા અને નહીં તો, મજા નહીં આવે તારા પર દારૂનો કેસ કરી ફીટ કરી દેશું પછી તને કોણ બચાવે છે. તેવી ધમકી આપી હોવાનો એસપીને લખેલી અરજીમાં આક્ષેપ કરી ધમકી આપનારા સામે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.