Get The App

પૂર્વ કચ્છમાં પોલીસે 8 દરોડા પાડી જુગાર રમતા 50 લોકોને ઝડપી લીધા

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
પૂર્વ કચ્છમાં પોલીસે 8 દરોડા પાડી જુગાર રમતા 50 લોકોને ઝડપી લીધા 1 - image


પોલીસે રોકડા રૂ. ૨,૧૪,૭૭૦ સહિત કુલ રૂ. ૭,૧૬,૬૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો  

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં પોલીસે જુદી જુદી જગ્યાઓએ કુલ ૮ દરોડા પાડયા હતા. જેમાં જુગાર રમી રહેલા ૫૦ વ્યક્તિઓને રોકડા રૂ. ૨,૧૪,૭૭૦ સહિત કુલ રૂ. ૭,૧૬,૬૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. 

આ અંગે મળતી વિગતો મુજબ આડેસર પોલીસે ભીમાસર ગામે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે ૯ ઇસમોને રોકડા રૂ. ૨૩,૩૦૦ સાથે વાહનો સહિતના મુદ્દામાલ સાથે કુલ રૂ. ૩,૮૩,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેવી જ રીતે લાકડિયા પોલીસે ગામમાં દરોડો પાડી ૩ ઇસમોને રૂ. ૩૨૫૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. ભચાઉ પોલીસે ચોપડવા કેનાલ પર જુગાર રમી રહેલા ૫ ઈસમોને રોકડા રૂ. ૨૬,૮૦૦ સહિત કુલ રૂ. ૪૩૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આદિપુર પોલીસે વોર્ડ ૨-બીમાં દરોડો પાડયો હતો. જ્યાં ૪ ઈસમોને રૂ. ૧૯૬૦૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે ગળપાદરની સોનલ પાકગ નજીક દરોડો પાડી ૬ ઇસમો ને રોકડા રૂ. ૩૪,૮૦૦ની રોકડ સહિત કુલ રૂ. ૯૪૮૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેવી જ રીતે એ ડિવિઝન પોલીસે શહેરના સોનલ નાગર ખાતેથી ૮ ઇસમોને ૨૧૦૭૦ની રોકડ સહિત કુલ રૂ. ૭૬૦૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અંજાર પોલીસે શહેરના લુણંગ નાગર ખાતે દરોડો પાડી ૮ ઈસમોને રોકડા રૂ. ૧૭૪૫૦ સાથે ઝડપી લીધા હતા. તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સેક્ટર -૮માં સૌરાષ્ટ્ર વેલ્ડિંગ પાછળ જુગાર રમી રહેલા ૮ શખ્સોને ૬૮,૫૦૦ની રોકડ સહિત કુલ રૂ. ૭૮,૫૦૦ના મુદ્દામાલ સહિત ઝડપી લીધા હતા. 


Google NewsGoogle News