શેર માર્કેટમાં કમાઇ લેવાની લાલચે ભુજના શખ્સે 2.67 લાખ ગુમાવ્યા
ફેસબુક પરની એડમાં લોભાઇને રોકાણ કરી નાખ્યું પણ નાણા ન મળ્યા
સાયબર સેલ (એલસીબી)ને ફરિયાદ આપતાં પૂરેપૂરી રકમ પરત મળી
ભુજ: ફેસબુક પર શેર માર્કેટમાં રોકાણ કરશો તો, સારૂ વળતર મળશે તેવી જાહેરાત જોઇ ભુજના વ્યક્તિએ લાલચમાં આવી રૂપિયા ૨,૬૭,૪૦૬નું રોકાણ કરી નાખ્યું પરંતુ રૂપિયા પરત ન મળતાં સાયબ સેલ એલસીબીને ફરિયાદ કરતાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ બેન્ક એકાઉન્ટમાં પરત અપાવી દીધી હતી.
ભુજ રહેતા પ્રસન્નભાઇએ ફેસબુક પર એક જાહેરાત જાઇ હતી. જેમાં શેર માર્કેટમાં રૂપિયા ઇન્વેસ્ટ કરો તો, તમને વધારે વળતર આપવામાં આવેશ તેવું જણાવાયું હતું. જેથી ફેસબુક પર જણાવેલી લીંકથી વોટ્સએપ ગ્પમાં જોઇન્ટ થયા હતા. ત્યાર બાદ અજાણ્યા વ્યક્તિએ એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી જેમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. પ્રસન્નભાઇ વધુ રૂપિયા કમાવાવની લાલચમાં આવી જઇને અલગ અલગ ટ્રાન્ઝેકશન કરીને રૂપિયા ૨,૬૭,૪૦૬ મોકલ્યા હતા. પરંતુ રોકાણ કર્યા પછી કોઇ વળતર કે નાણા પરત ન આપતાં આ અંગે તરફ ભુજ સાયબર સેલ એલસીબીમાં ફરિયાદ કરી હતી. સાયબર સેલ (એલસીબી) તાત્કાલિક કાર્યવાહી કરીને અરજદારને પૂરેપૂરી રકમ તરત તેમના બેન્ક એકાઉન્ટમાં અપાવી દઇ સરાહનીય કામગીરી કરી હતી. આ કામગીરી સાયબર સેલ એલસીબીના એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઇ બી.ચૌધરી, પરબતભાઇ ચૌધરીએ કાર્યવાહી કરી હતી.