કચ્છ સરહદે હરામીનાળા નજીક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ

- સિંધના રહેવાસી પાસેથી ઘુવડ કબજે : એજન્સીઓની પૂછપરછ

- પક્ષીઓ અને કેકડા પકડવાનું કામ કરતો હોવાનું રટણ કરી રહ્યો છે

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
કચ્છ સરહદે હરામીનાળા નજીક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ 1 - image

ભુજ,શનિવાર

સીમા સુરક્ષાદળની ટીમે કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાંથી એક પાકિસ્તાની શખ્સને ઝડપી પાડીને તેની ઉલટ પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ બનાવના પગલે એજન્સીઓએ પુછપરછનો દોર શરૃ કર્યો છે. 

જાણવા મળતી વિગતો મુજબ આજે સીમા સુરક્ષા દળની પેટ્રોલીંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આાધારે એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં તમામ એજન્સીઓ ઉલટ તપાસ કરી રહી છે. હરામીનાળા પાસે આવેલા વિસ્તારમાં ૩૦ વર્ષિય મહેબુબઅલી મોહમદ યુસુફ (રહે. શિરાની, જિલ્લો બદીનસિંધ, પાકિસ્તાન)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેાથી ઘુવડ કબ્જે કરાયું છે. આ શખ્સની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે પક્ષીઆ તેમજે દરિયાઈ વિસ્તારમાં કેકડા પકડવાનું કામ કરે છે. અને તે ભારતીય સીમામાં ઘુસી આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં સીમા સુરક્ષા દળની ટીમ દ્વારા આ શખ્સને નારાયણસરોવર લઈ અવાયો છે અને પ્રાથમિક પુછપરછ બાદ પોલીસને સોપાશે અને ત્યારબાદ ભુજના હરીપર રોડ સિૃથત સંયુક્ત પુછપરછ કેન્દ્રમાં મોકલવામાં આવશે. જ્યાં તમામ એજન્સીઓ પુછપરછ કરશે. હજુ સુાધી આ શખ્સ પાસેાથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નાથી. પરંતુ નોંધનીય વાત એ છે કે હરામીનાળા વિસ્તારમાંથી લાંબા સમય બાદ ઘુસણખોર ઝડપાયો છે. આવનાર દિવસોમાં આ કેસમાં નવી કડીઓ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


Google NewsGoogle News