Get The App

માધાપરમાં જ્વેલર ઉપર ગ્રાહકના સ્વાંગમાં બે શખ્સોનો હુમલો

- દોઢ લાખના સોનાના દાગીનાના ભાવ-તાલ પછી અચાનક વેપારીને માથામાં લોખંડની ટામી ફટકારી

- ભરબજારે ભરબપોરે બનેલી ઘટના પાછળના કારણ અંગે અનેક સવાલ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
માધાપરમાં જ્વેલર ઉપર ગ્રાહકના સ્વાંગમાં બે  શખ્સોનો હુમલો 1 - image

- બે દિવસથી ખરીદી માટે આવતાં બે પરપ્રાંતિય શખ્સો હુમલા બાદ ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ ફોન મૂકીને ભાગવું પડયું

દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયેલાં બે હુમલાખોરો મધ્યપ્રદેશના સુનિલ અને દિનેશ

સોની વેપારીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે મધ્યપ્રદેશના હુમલા ખોરો દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. બન્ને જણાઓએ ટોપી પહેરી હોવાથી ચહેરા સ્પસ્ટ દેખાતા નાથી. જો કે, હુમલા ખોર પોતાનો મોબાઇલ અને ક્રેડીટ કાર્ડ તાથા લોખંડની ટામી મુકીને નાસી ગયા છે. વેપારીને બન્નેએ પોતાની ઓળખ અને સુનિલ ભયાલ અને દિનેશ ભયાલ તરીકે આપી હતી. મોબાઈલ, ક્રેડિટ કાર્ડના આાધારે ખરી ઓળખ મેળવવા અને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભુજ, બુધવાર 

પશ્ચિમ કચ્છમાં હાલ થોળા મહિનાઓાથી ચોરી ચપાટી લૂંટ હુમલાના બનાવો એટલી હદે વાધી ગયા છે. કે, પ્રજાને હવે પોતાના જાનમાલનું જોખમ ઉભુ થઇ ગયું છે. તો, કાયદો વ્યવસૃથા ખાડે ગઇ હોઇ તેમજ બે ખોફ ગુનેગારો બનાવને અંજામ આપી રહ્યા છે. તેવામાં ભુજ તાલુકાના સમૃાધ ગામ એવા માધાપર નવાવાસમાં સવારે સાડા બાર વાગ્યાના અરસામાં હરે કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટના ઇરાવે આવેલા બે પરપ્રાંતિય શખ્સોએ વેપારી સાથે સોનુ ખરીદવાની વાત કર્યા બાદ અચાનક લોખંડની ટામીથી હુમલો કરી નાસી છુટયા હતા. ઘાયલ વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ માધાપર નવાવાસ ખાતે હરેકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં મંગળવારે બે પર પ્રાંતિય શખ્સો સોનાના દાગીના ખરીદવા આવ્યા હતા. બાદમાં ભાગતાલ નકી કર્યા બાદ બુાધવારે સવારે સાડા બાર વાગ્યે દુકાનમાં આવીને વેપારી અમિત ઉર્ફે વસંત દિનેશભાઇ સોની સાથે વાત ચીત કર્યા પછી રકઝક કર્યા બાદ અચાનક બેગમાંથી લોખંડની ટામી કાઢી વેપારીના માથમાં ફટકારી હતી. વેપારીએ પડકાર કરી રાડારાડ કરી મુકતાં આસપાસાથી લોકો દોડી આવ્યા હતા. દરમિયાન આ બન્ને પરપ્રાંતિય શખ્સો નાસી છુટયા હતા. વેપારી વસંતભાઇને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે માધાપર પોલીસ માથકના સબ ઇન્સ્પેક્ટર ડાભી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમ દ્રષ્ટીએ લૂંટની ઘટના હોઇ તેવું નાથી લાગતું હુમલો કરનારાના ચહેરા જોઇ ગુનેગાર હોય તેવું જણાતું નાથી વેપારી પાસેાથી દાગીના લેવાની વાત કરી વેપારીએ દાગીના કાઉન્ટર પર રાખ્યા બાદમાં શુ બન્યું કે, આરોપીઓએ વેપારીના કાન પાસે ટાંમી ફટકારી વેપારીએ હાથ આડો દીધો તો, હાથ પર ટામી મારીને આરોપીઓ દુકાનમાં ટામી, મોબાઇલ અને ક્રેડીટ કાડ મુકીને નાસી ગયા હતા. હાલ પોલીસે બનાવની નોંધ લઇ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે. કે, આઠ માસ અગાઉ ભુજના હોસ્પિટલ રોડ પર બુકાની ધારીએ બંદૂક તાકી રૃપિયા ૨૪ હજારની લૂંટ ચલાવી હતી.


Google NewsGoogle News