ગાંધીધામમાં રેસ્ટોરેન્ટના માલિક સાથે રૂ. 12.50 લાખની ઠગાઇ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ગાંધીધામમાં રેસ્ટોરેન્ટના માલિક સાથે રૂ. 12.50 લાખની ઠગાઇ 1 - image


રેસ્ટોરેન્ટના ૯ મહિનાના હિસાબમાં ગોટાળો કરી  મેનેજર અને સુપરવાઈઝર નાસી ગયા 

ગાંધીધામ: ગાંધીધામમાં ઓમ સિનેમા ચાર રસ્તા પાસે આવેલી રેસ્ટોરેન્ટમાં કામ કરતા બે ઈસમો રેસ્ટોરેન્ટમાં છેલ્લા નવ મહિનાના હિસાબમાં ગોટાળો કરી અને મોબાઈલ સહીત કુલ રૂ. ૧૨.૫૦ લાખ રૂપિયાની ઠગાઇ કરી  નાસી જતા બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. 

આ અંગે મળતી માહિતી અનુસાર આદિપુર વોર્ડ ૩/બી માં રહેતા સબ વે ફ્રેન્ચાઈઝીના માલિક ઓમપ્રકાશ પરસરામ નાવાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, તેમની ગાંધીધામમાં ઓમ સિનેમા ચાર રસ્તા પર સબ વે નામની રેસ્ટોરેન્ટ આવેલી છે. જે રેસ્ટોરન્ટ ફરિયાદીએ મૂળ બિહાર અને હાલે ગાંધીધામ રહેતા લાલમાંનીસિંઘ ઉર્ફે રોહિત વિભાસિંઘ અને મૂળ ગોરખપૂર ઉત્તરપ્રદેશ હાલે ગાંધીધામમાં રહેતા રોશનકુમાર કમલેશકુમાર સિંઘ નવ મહિના પહેલા નોકરી માંગવા આવ્યા હતા. જેથી ફરિયાદીએ પોતાની રેસ્ટોરેન્ટમાં લાલમતસિંગને મેનેજર અને રોશનને સુપરવાઈઝર તરીકે નોકરી પર રાખ્યા હતા. જેમાં બે આરોપી રોજનું હિસાબ મોબાઈલ ફોન પર વોટ્સઅપ પર મોકલી આપતાં હતા. દરમિયાન ફરિયાદી અને તેમના પત્ની રેસ્ટોરેન્ટમાં ગયા હતા અને બોક્સમાં અલગ પૈસા પડેલા જોતા તેમને શંકા જતા તેમને છેલ્લા નવ મહિનાનો હિસાબ કર્યો હતો. જેમાં ભારે તફાવત આવતા બે આરોપીઓના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટની માંગણી કરી હતી. જેમાં બેંકમાં જવાનું કહીને બે આરોપી ફરિયાદીની પત્નીનું મોબાઈલ ફોન જેની કિંમત રૂ. ૫૦,૦૦૦ અને નવ મહિનાના હિસાબના અંદાજે રૂ. ૧૨,૦૦,૦૦૦ નો ગોટાળો કરી નાસી ગયા હતા. જેથી ફરિયાદીએ બે ઈસમો વિરુદ્ધ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 



Google NewsGoogle News