'નર્મદા લાવો કચ્છ બચાવો' ખેડૂતોએ નારા પોકારી ભુજમાં વિશાળ સભા યોજી
- ખેડૂતલક્ષી પ્રશ્રોને લઈને કિસાન સંઘ આકરા પાણીએ
- જમીન સંપાદનમાં અપૂરતા વળતર સહિતના પ્રશ્રોને લઈને કિસાનોએ કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું
ભુજ,શુક્રવાર
'નર્મદા લાવો કચ્છ બચાવો' સહિતના ખેડૂતલક્ષી પ્રશ્રોને લઈને આજરોજ ભુજ ખાતે ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા શહેરના ટીન સીટી ખાતે વિશાળ સભા યોજીને નારાજગી વ્યકત કરાઈ હતી. આ વેળાએ કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટયા હતા. ખુલ્લા મેદાનમાં કિસાન સંઘના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્રોનો નિવેડો લવાય તેવી માંગ કરી હતી.
ખેડૂતોએ નર્મદા લાવો, કચ્છ બચાવો ના નારા પોકાર્યા હતા. સભા બાદ ખેડૂતોની વિશાળ રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી. જયાં કેનાલના અધુરા કામોને સત્વરે પૂર્ણ કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. દુાધઈ સબ બ્રાંચ કેનાલની વાટાઘાટા ચાલી રહી છે પરંતુ બે વર્ષ બાદ કોઈ નિર્ણય આવ્યો નાથી, વાંઢીયા સબ બ્રાંચ કેનાલનું નિર્ણય લેવાયો નાથી, તેના માટે પુરતા નાણાં ફાળવવા, કચ્છને ફાળવાયેલા વધારાના એક મિલિયન એકર ફૂટ નોરાધન લીંક કેનાલ, સર્જન લિંક કેનાલ, સારણ હાઈ કન્ટર કેનાલ અને અબડાસા લિંક કેનાલને મંજુરી આપવાની માંગ આવેદનપત્રમાં કરાઈ હતી. કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડીયાએ જણાવ્યું હતુંકે, સૌથી મોટો પ્રશ્ર જમીન સંપાદનમાં વળતર મામલે ખેડૂતોને અન્યાય થાય છે. ખેતીલાયક જમીનમાંથી વીજ ટાવર ગેસ લાઈન અને પાણીની લાઈન કાઢવામાં આવે છે પરંતુ પૂરતું વળતર મળતું નાથી. આમ, વિવિાધ પ્રશ્રે ઉકેલ લાવવા માંગ કરાઈ હતી.