ભચાઉમાં બાળકી સાથે દુષ્કર્મના નરાધમને ૨૦ વર્ષ જેલ
- મહિલા પોલીસે વિશ્વાસમાં લેતાં બાળકીએ આરોપી ઓળખી બતાવ્યો હતો
ગાંધીધામ, તા ૧૩
ભચાઉમાં વર્ષ ૨૦૨૦ માં ચાર વર્ષની ફૂલ જેવી માસુમ બાળકી સાથે લેબર કોલોનીમાં રહેતા નરાધમે બાળકીને બાવળની ઝાડીમાં લઈ જઈ તેના પર દુસ્કર્મ ગુજાર્યો હતો. જેમાં દોઢ મહિના પછી પોલીસની ઓળખ પરેડમાં બાળકીએ આરોપીને ઓળખી લીધો હતો. જે કેસમાં ભચાઉ કોર્ટે આરોપીએ પહેરેલા કપડાં પર બાળકીની લોહીની હાજરી પરના રિપોર્ટ પરાથી ગુનો સાબિત થતા આરોપીને ૪૦ હજાર રૃપિયાનો દંડ ફટકારી અને ૨૦ વર્ષની સખત જેલની સજાનો હુકમ કર્યો હતો. ભચાઉના યશોદાધામ નજીક લેબર કોલોનીમાં વર્ષ ૨૦૨૦ ના ૨૦ મેં ના રોજ નરાધમ ૧૯ વર્ષીય ઇસ્માઇલ સાઇકુલા લશ્કરે (રહે. પશ્ચિમ બંગાળ) ૪ વર્ષની ફૂલ જેવી કોમળ બાળકીને કોલોની નજીક બાવળની ઝાડીમાં લઈ જઈ બાળકી સાથે દુસ્કર્મ ગુજાર્યો હતો. જેની ફરિયાદી ભચાઉ પોલીસ માથકે નોંધાઈ હતી. જેમાં કચ્છ પોલીસ દ્વારા આરોપીની ઓળખ આપનારને રોકડા ૧૦ હજાર અને મુસ્લિમ સંગઠને પણ રોકડા રૃપિયા ૧૧ હજારનો ઇનામ જાહેર કર્યો હતો. જેમાં ભચાઉ પોલીસ દ્વારા મહિલા અિધકારીઓએ બાળકી સાથે સમય પસાર કર્યો હતો અને બાળકી સાથે હળી મળી ગઈ હતી. જેમાં બાળકી વિશ્વાસમાં લીધા પછી આરોપીઓની બાળકી સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં બાળકી આરોપીને ઓળખી ગઈ હતી. જેાથી પોલીસે તેની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.જે કેસમાં ભચાઉ અિધક સેશન્સ જજ અને પોક્સો કાર્ટના સ્પેશિયલ જજ પોપટભાઈ તેજાભાઈ પટેલે આરોપી ઈસ્માઈલને ૨૦ વર્ષની કેદ અને ૪૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાં નાણાં જમા થાય તેમાંથી ૩૦ હજાર રૃપિયા ગુનાનો ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. આ ગંભીર કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ તર્કબધૃધ દલીલો કરી આરોપી સાબિત કરી સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોર્ન ફિલ્મોના રવાડે ચડેલા આરોપીના કપડાં ઉપર લોહીથી ડી. એન. એ ટેસ્ટના આધારે ગુનો સાબિત
નરાધમ ઇસ્માઇલ મોબાઈલમાં પોર્ન ફિલ્મો જોવાનો શોખીન હતો. આરોપીએ દુસ્કર્મ ગુજારીને પોતે પહેરેલા લોહીવાળા કપડાં થેલીમાં મૂકી સંતાડી નાખ્યા હતા. જે કપડાં મળી આવતા તે કપડાંનું ડી. એન. એ ટેસ્ટ કરાવતા આરોપીના કપડાં પર ભોગ બનનારના લોહીની હાજરી મળી આવી હતી. જેાથી આરોપીને ગુનેગારે સાબિત કરવામાં મહત્વનો વિજ્ઞાનિક પુરાવો સાબિત થયો હતો.