EVM સ્ટ્રોંગ રૂમના નામે તંત્રએ જ અંજારની 1700 વિદ્યાર્થિનીઓની લેબોરેટરી છીનવી

- એક તરફ 'બેટી પઢાવો'ના નારા, બીજી તરફ બેટીઓનું ઉચ્ચ શિક્ષણ છીનવાયું

- અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં 12 લાખના ખર્ચે સરકારે લેબ બનાવી હતી તે જગ્યા તંત્રએ જ પાંચ વર્ષથી પરત કરી નથી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
EVM સ્ટ્રોંગ રૂમના નામે તંત્રએ જ અંજારની 1700 વિદ્યાર્થિનીઓની લેબોરેટરી છીનવી 1 - image

ગાંધીધામ, તા. ૨૭ 

ગુજરાતમાં વિદ્યાર્થિનીઓ માટેની સૌથી મોટી સરકારી શાળા અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં 1700થી વાધુ વિદ્યાર્થિનીઓની વિજ્ઞાનના પ્રયોગોની લેબોરેટરી સરકારી તંત્રએ ઈ.વી.એમ. સ્ટ્રોંગ રૂમના નામે છીનવી લીધી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના બાળકોમાં વિજ્ઞાન પરત્વે જીજ્ઞાસા અને જ્ઞાન વાધે તેવા સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારે દેશની અનેક શાળાઓમાં ટિકરિંગ લેબોરેટરીઓ શરૂ કરાવી છે. કમનસીબે, કચ્છના અંજારમાં વર્ષ 2018માં બનાવવામાં આવેલી આ લેબોરેટરી વર્ષ 2019થી બંધ હાલતમાં છે. વર્ષ 2019માં સરકારી તંત્રએ સ્ટ્રોંગ રૂમના નામે છીનવેલી આ લેબોરેટરીની જગ્યા પાંચ વર્ષાથી પરત કરી નાથી. 12 લાખ રૂપિયા ફાળવવામાં આવતાં બનાવાયેલી લેબોરેટરીનો સામાન ધૂળ ખાઈ રહ્યો છે. જેને વિજ્ઞાનમાં  રસ હોય તે વિદ્યાર્થિનીઓ પ્રેક્ટિકલ અને એડવાન્સ કક્ષાની જાણકારી મેળવી શકે, નવા પ્રોજેક્ટ બનાવી શકે તેવા હેતુથી શરૂ કરાયેલી લેબોરેટરી સરકારી તંત્રના સકંજામાંથી છૂટે અને ફરી વિદ્યાર્થિનીઓ ફરી વખત 'અટલ ટિકરિંગ લેબ’માં ભણતી થાય તે માટે વાલીઓ જાગૃત થયાં છે. રજૂઆત બાદ પણ લેબોરેટરી જલ્દી ચાલુ ન કરાય તો આંદોલન છેડવાની ચિમકી પણ આપી છે.

ગુજરાતની સૌથી મોટી સરકારી વિદ્યાર્થિનીઓ માટેની હાઈસ્કૂલ અંજારમાં છે. અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં 1700થી વાધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.  સરકારે 'બેટી પઢાઓ, બેટી બચાવો'ને સાકાર કરવા અને અંજારની બાળકીઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વાધે તેવા હેતુાથી રૃ. ૧૨ લાખના ખર્ચે વિશાળ હોલમાં અટલ ટિંકરિંગ લેબોરેટરી બનાવી હતી. જેમાં બાળકીઓ જેને વિજ્ઞાનમાં થોડો પણ રસ હોય તે તેમાં પ્રેક્ટિકલ અને એડવાન્સ કક્ષાની જાણકારી મેળવી શકે, નવા પ્રોજેક્ટ બનાવી શકે તેવા હેતુાથી આ લેબ વર્ષ 2018માં બનાવવામાં આવી હતી. પરંતુ જાણે વિદ્યાર્થનીઓ સારું જ્ઞાન મેળવે તેમાં કોઈને વાંધો પડયો હોય તેમ ચૂંટણીના નામે ઈવાએમના સ્ટ્રોંગ રૃમ તરીકે વપરાશ કરવા જે હાલમાં લેબ કાર્યરત હતી તે લેબનો સામાન વિખેરી નાંખી તેની જગ્યાએ ઇવીએમ અને અન્ય ચૂંટણીલક્ષી સામગ્રી રાખી દેવામાં આવી છે. જેના કારણે આજની તારીખે પણ ૧૭૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ તમામ સુવિધા હોવા છતાં સારું ભણતર મેળવવામાં અસમાર્થ છે. વાતવાતમાં પાંચ વર્ષ વિતી જતાં વિદ્યાર્થિનીઓની લેબોરેટરી સરકારી તંત્રના પાપે છીનવાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકારના એન.આઈ.ટી.આઈ. આયોગના સૌજન્યથી ગુજરાતની સૌથી મોટી ગર્લ્સ હાઈસ્કૂલ એવી અંજારની કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલમાં અટલ ટિંકરિંગ લેબ રૂ. 12 લાખના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. ઉદ્દઘાટન કરતાં તે સમયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ  વિદ્યાર્થીનીઓ માટે સરકારની આ મહત્વની ભેટ ગણાવી અંજારની બાળકીઓ હવે વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વાધી શકશે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ સરકારની આ યોજનાની પાથારી ખુદ સરકારના જ કર્મચારીઓએ ફેરવી નાખી હતી. માત્ર એક વર્ષ આ લેબ કાર્યરત રહ્યા બાદ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂટણી  સમયે ઇવીએમ માટેના સ્ટ્રોંગ રૃમ તરીકે ઉપયોગમાં લેવા માટે અટલ ટિંકરિંગ લેબનો સામાન હટાવી તેની જગ્યાએ ઇવીએમ રાખી દેવામાં આવ્યા હતા. જે બાદ વિાધાનસભા, સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણી વગેરે તમામ ચૂંટણીઓમાં કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલનો જ કંટ્રોલ રૃમ તરીકે ઉપયોગ થવા લગતા આજની તારીખે તમામ સાધનો હોવા છતાં શાળાની બાળકીઓને એડ્વાન્સ લેવલનું ભણતર નાથી મળી રહ્યું. 

વાલીઓએ આક્ષેપો સાથે જણાવ્યુ હતું કે, લેબના તમામ સાધનો ચૂંટણી અિધકારીની અણઆવડતના કારણે ધૂળ ખાઈ રહ્યા છે. આ બાબતે હવે ટૂક સમયમાં વાલીઓ ચૂંટણી અિધકારી એટલે કે પ્રાંત અિધકારીને રૃબરૃ મળવા જવાની તૈયારી કરી રહ્યા છે. જો નિરાકરણ નહીં આવે તો આ માટે આંદોલન પણ કરાશે તેવું વાલીઓએ જણાવ્યુ હતું.  રાજ્યની મોટી ગર્લ્સ સ્કૂલમાં ખાટલે મોટી ખોડ એ પણ છે કે, આટલી મોટી સંખ્યામાં દિકરીઓ ધોરણ ૯થી ૧૨નું શિક્ષણ મેળવવા આવે છે અને સ્કૂલમાં રૃમોની સંખ્યા પણ ઘટી પડે છે. કમનસીબી એ છે કે, નવા ક્લાસરૃમો બનાવવા સરકારે ગ્રાન્ટ ફાળવી દીધી છે અને ટૂંક સમયમાં કામ શરૃ થશે. પણ, વિદ્યાર્થિનીઓને વિજ્ઞાનનું જ્ઞાન મળે તે માટેની લેબોરેટરી છીનવાઈ છે તે પરત અપાવવા મુદ્દે સરકારી તંત્ર, શિક્ષણ તંત્ર કે નેતાઓના પેટનું પાણી હલતું નાથી.

ચૂંટણી કામગીરી અન્યત્ર ખસેડવા મૌખિક રજૂઆત કરી છે-આચાર્ય  

અંજારની કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય વિવેક ગોસ્વામી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ચૂંટણીની કામગીરી અન્યત્ર ખસેડાય તે માટે મૌખિક રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતે નિર્ણય કરવામાં આવશે તેવી ધરપત પણ અપાઈ છે. પરંતુ આ બાબતે કોઈ લેખિત સૂચના મળી નાથી. 

કેન્દ્ર સરકારની ડીઝાઈનથી લેબ એડવાન્સ હતી

વાલીઓએ જણાવ્યુ હતું કે, વિજ્ઞાન કે એન્જિનિયરિંગ નું પ્રેક્ટિકલ જ્ઞાન મળી શકે તે પ્રકારની આ પ્રયોગ શાળા હતી. જેમાં જો કોઈ બાળકીને વિજ્ઞાનમાં થોડો પણ રસ હોય તો તે આ લેબમાં તમામ પ્રકારના પ્રેક્ટિકલ સંશોધન કરી શકે તેવી વ્યવસૃથા હતી. બિલ્ડીંગ હોય કે કેમિકલ તમામ પ્રક્રિયાઓ અહીં થઈ શકતી. આ ઉપરાંત બાળકીએ કરેલા પ્રોજેકટમાં વાધુ માહિતી મળી શકે તે માટેની થ્રીડી પ્રિન્ટ પણ મળી શકે તેવી વ્યવસૃથા આ લેબમાં હતી. હાલમાં કેન્દ્ર સરકાર દેશમાં એન્જિનિયરિંગ અને વૈજ્ઞાનિકો વાધે તે માટે પ્રયત્ન કરી રહી છે અને આ પ્રકારની લેબ શાળાઓમાં શરૃ કરી રહી છે. પરંતુ અંજારની શાળામાં તમામ સુવિાધા હોવા છતાં બાળકીઓ જ્ઞાનાથી વંચિત રહેતી હોવાની બાબત ખૂબ દુઃખ પહોંચાડી રહી છે. 

દાતાઓ ફરી લેબ ઊભી કરવા તૈયાર છે

સૂત્રોએ જણાવ્યુ કે, ચૂંટણી કામગીરી પૂર્ણ થયા બાદ ફરી લેબ ઊભી કરી દેવામાં આવશે તેવું શાળાને મૌખિક વચન આપવામાં આવ્યું હતું. પરંતુ એક નહીં પણ ત્રણ ચૂંટણી પૂરી થઈ ગઈ છતાં હજુ સુાધી લેબ ફરી ઊભી કરી દેવામાં આવી નાથી. લેબને ફરીથી ઊભી કરવા દોઢ-બે લાખનો ખર્ચ થાય તેમ છે જે માટે અમુક સંસૃથા કે દાતા તૈયાર પણ છે પરંતુ ફરી સરકારી અિધકારીઓએ આવનાર લોકસભાની ચૂંટણી માટે લેબ વિખેરી નાખે તો? તેવા ભય સાથે હાલે તમામ સાધનો હોવા છતાં લેબ ફરી શરૂ નાથી થઈ શકતી, આ બાબતે લેખિત બાંહેાધરી આપી શાળામાં લેબ ફરી શરૃ કરવા ચૂંટણી અિધકારી દ્વારા સૂચના અપાય તે જરૂરી બન્યું છે.


Google NewsGoogle News