દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડા જહાજ MSC વોશિંગ્ટનને મુંદરા પોર્ટે લાંગરાયું
- અદાણી પોર્ટસ, મુંદ્રાએ ભારતના શિપીંગ બિઝનેસને ગૌરવ અપાવ્યું
- ૧.૯ એમ.ટી. વજન ધરાવતા જહાજને સરળતાથી લાંગરતા પહેલાં માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું
ભુજ,બુધવાર
ભારતીય પોર્ટ્સની દુનિયામાં ૧૨મી ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ ગૌરવપ્રદ ઘટના બની છે. મુંદ્રા સિૃથત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુાધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે એમએસસી વોશિંગ્ટનને બાર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી, આ સિદ્ધિએ મુંદ્રાને અત્યાધુનિક અને સર્વાિધક વિકસિત ભારતીય બંદર તરીકે વાધુ મજબૂત બનાવ્યું છે.
સૌથી ઊંડા કન્ટેનર જહાજએમએસસી વોશિંગ્ટનને લાંગરવામાં ખુબ જ તકેદારી રાખવામાં આવી હતી. જહાજના કેપ્ટન સાથે સતત સંપર્કમાં રહેતી પોર્ટની મરીન ટીમે આ કામ સુપેરે પાર પાડયું હતું. ૧.૯ એમટી વજન ધરાવતા જહાંજને સરળતાથી લાંગરતા પહેલા માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. વળી ઓપરેશનમાં કોઈપણ જાતની ભૂલચૂક ન થાય તે માટે પણ ટીમને ખડેપગે રાખવામાં આવી હતી. કેપ્ટન સચીન શ્રીવાસ્તવના વડપણ હેઠળ સમગ્ર ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયું હતું.
કેપ્ટન જણાવે છે કે મુંદ્રા પોર્ટ પર બાર્થ કરનારું એમએસસી વોશિંગ્ટન ભારતીય બંદરોમાં પર અત્યાર સુાધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ છે. મરીન ટીમે જહાજને તમામ જટિલ સંજોગો અને હવામાનને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બાર્થ કરાવવા જરૃરી ક્લિયરન્સની કામગીરી કરી હતી.
અદાણી પોર્ટ મુન્દ્રા આવા ભારેખમ જહાજોને સરળતાથી અને સુરક્ષિત રીતે સમાવી શકે છે. અદાણી પોર્ટ માટે આ વાધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. એમએસસી વોશિંગ્ટન એલએનજી ડયુઅલ-ફ્યુઅલ 14K TE અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ છે, જે સી-એલએનજી સોલ્યુશન્સ દ્વારા એલએનજી ફ્યુઅલ ગેસ સપ્લાય સિસ્ટમાથી સુસજ્જ છે. ગત વર્ષે સૌથી વિશાળ જહાજોમાંનાં એક અને ૧૭,૨૯૨ કન્ટેનર્સની ક્ષમતા ધરાવતા એપીએલ રેફલ્સને લાંગરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટ વિવિાધ કાર્ગો અને કોમોડિટીઝ માટે સમપત ટમનલ્સ સાથે ૨૪૮.૮૨ એમએમટી કાર્ગો હેન્ડલ કરવાની વાષક ક્ષમતા સાથે ૨૬ બાર્થ અને બે સિંગલ-પોઇન્ટ મૂરિંગની વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવે છે.
ભારતનું સૌથી મોટાં ખાનગી બંદર તરીકે અદાણી પોર્ટ મુંદ્રા એક્ઝિમ કાર્ગો, કૃષિ ઉત્પાદનો અને વિવિાધ માલસામાનના પસંદગીના પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. સતત વાધી રહેલા કાર્ગો વોલ્યુમને જોતા અદાણી પોર્ટ મુન્દ્રા વિશ્વના ટોચના દસ બંદરોમાં સૃથાન મેળવવાનું લક્ષ્યાંક ધરાવે છે.