Get The App

વરણુ ગામે ધારાસભ્ય મેવાણીએ દલિતોનો મંદિર પ્રવેશ કરાવ્યો

- દલિતોને ગર્ભગૃહ સુધી પ્રવેશ મળતો ન હતો

- ૧૦ મીએ મોમાયમોરા ગામે દલિતોને ફાળવેલી જમીનોનો અસામાજીક તત્વોના કબ્જામાંથી છોડાવાશે

Updated: Nov 2nd, 2021


Google NewsGoogle News
વરણુ ગામે ધારાસભ્ય મેવાણીએ દલિતોનો મંદિર પ્રવેશ કરાવ્યો 1 - image

ભુજ,સોમવાર

છેલ્લા ચારેક દિવસાથી કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામના દલિત સમાજના ભાઈ બહનોને મંદિર પ્રવેશ મુદ્દે માર મારવાની ઘટના એ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં યુવા નેતા અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ અમદાવાદાથી પ્રેસ કોન્ફરન્સ યોજી અસ્પૃશ્યતાની નાબૂદીનું અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી હતી. 

જીગ્નેશ ભાઈ એ જાહેરાત કરી હતી કે રાપર તાલુકાના વરણું ગામે પણ દલિતોને મંદિર પ્રવેશ મળતો નાથી.  પ્રેસ કોન્ફરન્સ બાદ તુરંત તંત્ર હરકતમાં આવતા, સૃથાનિક પોલીસ દ્વારા આ બાબતે રદિયો આપતો એક વિડિયો વરણુંના જ દલિત ઈસમ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો હતો. પણ રાષ્ટ્રીય દલિત અિધકાર મંચની ટીમ દ્વારા ફરતેના ગામોમાં તપાસ કરાવતા માલૂમ પડેલ કે દલિતોને મંદિરના દરવાજા સુાધી જ આવવા દે છે, ગર્ભગૃહ સુાધી પ્રવેશ મળતો નાથી. 

આ મુદ્દે ધારા સભ્ય મેવાણી એ જિલ્લા પોલીસ અિધક્ષક મયુર પાટીલ સાથે રૃબરૃ મુલાકાત કરી વાસ્તવિક સિૃથતિાથી વાકેફ કરી પોલીસ બંદોબસ્ત સાથે દલિતોને મંદિર પ્રવેશ છેક ગર્ભગૃહ સુાધી કરાવવાની અને રાપર થતાં ભચાઉમાં દલિત સમાજની જે પણ જમીનોમાં ગેરકાયદે દબાણ છે તે ખુલ્લા કરાવવાની વાત કરી હતી. આખરે મેવાણીએ વરણુ અને રાપરના દલિત સમાજના અગ્રણીઓ, સંગઠનના નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, નીલ રાઠોડની ઉસિૃથતિમાં બપોરે ૪.૩૦ વાગ્યે મંદિર પ્રવેશ કરાવ્યો હતો.  ધારાસભ્યએ જણાવ્યું હતું કે પોતે ભલે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે છતાં અસ્પૃશ્યતા નાબૂદીના મુદ્દે પોતે અને એમની ટીમ - રાષ્ટ્રીય દલિત અિધકાર મંચના બેનર તળે સામાજિક આંદોલન સતત ચલવતા જ રહેશે.  આવતી ૧૦ નવેમ્બરના રોજ રાપર તાલુકાના મોમાઈ મોરા ગામે દલિતોને ફાળવેલી જે જમીનોમાં અસામાજિક તત્ત્વોનું દબાણ છે તેનો કબઝો લેવા જશે.


Google NewsGoogle News