નવા વર્ષના માંડવીના મહેરામણ કાંઠે પ્રવાસીઓનો 'મહેરામણ'
- હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા
- ચાર દિવસ સુધી દરિયાકાંઠાની મુલાકાતી વધતાં દરિયાકાંઠો, હોટલ સહિતના ધંધા રોજગાર ધમધમી ઉઠયા
ભુજ, સોમવાર
ગત વર્ષે કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે કોરોના હળવો થતા સરકાર દ્વારા નિયમોમાં રાહત મળતા દિવાળીના સપરમાં દિવસોમાં જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ માંડવીનો દરિયા કિનારો અને પર્યટન સૃથળો, બજારો, ધાર્મિક સૃથાનો વિગેરે ઉપર લોકોની ભીડ જોવા મળી હતી અને પ્રવાસન આાધારિત જે ધંધા રોજગારમાં કોરોનાના કારણે મંદી હતી તે નવા વર્ષના લોકો ઉમી પડતાં મોટાભાગના ધંધા-રોજગાર પર તડકો પડયો હતો. બીજીબાજુ કોરોના અંગે સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાનો છડેચોક ભંગ થતાં ભવિષ્ય માટે જોખમી છે.
બંદરીય નગરી માંડવીનું રળિયામણું સૃથળ એટલે માંડવી બીચ કે જગવિખ્યાત છે. આ મહેરામણને માણવા માટે નવા વર્ષની શરૃઆતાથી જ બેાથી ત્રણ કિ.મી. દૂરાથી જ વાહનોની લાઈનો લાગતાં ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. પોસ્ટ ઓફિસ, તળાવ ગેટ મીઠી વીરડીથી ઠેઠ દરિયા કિનારા સુાધી વાહનોની અવરજવરાથી રસ્તો સતત ચાર દિવસ સુાધી કચ્છ અને કચ્છ બહારના લોકો અને વાહનોથી ધમાધમી ઉઠયો હતો. તો આ રસ્તા ઉપર આવતાં હોટલો, ખાણી-પીણી અલગ અલગ રાઈડસ, ઘોડા, ઉંટ, ફોટોગ્રાફર, સહિતના તમામ ધંધાર્થીઓ પાસે ભીડ જોવા મળી હતી.
કોરોનાની બીજી લહેરની તીવ્રતા વધુ રહેતા તેની અસર હેઠળ રહેતા લોકો જાણે બંધક હોય તેવું અનુભવતા હતા અને નવા વર્ષમાં જાણે ખુલ્લા થયા હોય તેમ નીકળી પડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે અન્ય જિલ્લામાં લાભ-પાંચમ સુાધી ધંધા-રોજગાર બંધ રહેતા અને દિવાળી સમયે પ્રવાસન માટે વાતાવરણ અનુકુળ હોવાથી કચ્છની મુલાકાતે લોકો વાધારે આવતા હોય છે. હાલમાં કોરોનાના લીધે લોકોમાં એવું હતંુ કે, પ્રવાસીઓ ચાલુ વર્ષે ઓછા જોવા મળશે જેના લીધે સુવિાધાઓ સારી રીતે મળશે એ ધારણા મુજબ લોકો ઉમટી પડતા એ અનુમાન ખોટું સાબિત થયુું હતું.
જો કે રણોત્સવ શરૃ થતા જ પ્રવાસીઓનું કચ્છમાં આવવાનું દર વર્ષે શરૃ થઈ જતું હોય છે. લોકો કચ્છના તમામ સૃથળોની મુલાકાત લઈને છેલ્લે માંડવી બીચ પર આવતા હોય છે. અને અફાટ સમંદરની મજા લેતા હોય છે. ચાલુ વરસે પણ માંડવી નજીકના પ્રવાસન સૃથળોમાં વિજય વિલાસ પેલેસ, ક્રાંતિતીર્થ, માંડવી બીચ, કાશી વિશ્વનાથ બીચ, જહાજવાડો, સહિતના સૃથળો ઉપર ભીડ જોવા મળી હતી. માંડવી શહેરમાં પ્રખ્યાત દાબેલીની મોટાભાગની લારીઓ ઉપર ભીડ જોવા મળી હતી. આવી જ પરિસિૃથતિ હોટલોની હતી તહેવારોના ચાર દિવસ દરમિયાન રેસ્ટોરેન્ટ પણ ભરચક રહ્યા હતા.
ઐતિહાસિક વિજય વિલાસ પેલેસ ખાતે તહેવારોના પ્રાથમ દિવસોમાં પ્રવાસીઓની પાંખી હાજરી બાદ નવા વર્ષાથી પ્રવાસીઓનો પ્રવાહ વાધતા દિપોત્સવના આ તહેવાર દરમિયાન હજારોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી.
મહામારી નિયંત્રણમાં હોતા ચાલુ વર્ષે સરકારે ફટાકડા ફોડવાની સમય મર્યાદા સહિતની માર્ગર્શિકાની જાહેરાત કરી હતી પરંતુ તહેવારોના દિવસોમાં ફટાકડા ફોડવાનો મુદ્દો જ બદલાઈ ગયો હોય તેવા દ્રશ્યો માંડવી બીચ પર જોવા મળ્યા હતા. રાત્રીના મોડે સુાધી ધૂમ-ધડાકા સાથે આકાશ ગુંજી ઉઠયું હતું.