Get The App

ગોપાલપુરી રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે પરિણીતાનું મોત

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ગોપાલપુરી રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે પરિણીતાનું મોત 1 - image


સાસરીયા તરફથી ત્રાસ અપાતા દિકરી પિયરમાં આત્મઘાતી પગલું ભર્યું

ગાંધીધામ: ગાંધીધામમાં ગોપાલપુરી પાછળ રેલવે લાઈન વિસ્તારમાં ટ્રેન હડફેટે આવી જતા પરિણીતાનું મોત થયું હતું. બનાવને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ગત સોમવારનાં બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં મરણજનાર ૨૯ વષય કિરણબા હસુભા ઝાલા (રહે. ગોપાલપુરી પાછળ ઝુંપડા ગાંધીધામ)એ ટ્રેન તળે ઝંપલાવી આપઘાત કરી લીધું હતુ.

બનાવનાં પગલે હતભાગીનાં મૃતદેહને આદિપુરનાં સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દાખલ કરેલી અકસ્માત મોતની  નોંધ મુજબ પરિણીતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા અમદાવાદના દહેગામ રહેતા નરેશ ડાભી સાથે થયા હતા. દિકરીને સાસરીયા તરફથી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા છેલ્લા સાતેક મહિનાથી તે પિયરમાં ઘરે હતી, સાસરીયા વાળા લેવા ન આવતા હોઈ મનમાં લાગી આવતા રેલવે પાટા પર ટ્રેન તળે આવી પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધુ હતુ.


Google NewsGoogle News