ભુજની ભાગોળે ખારી નદીમાં મોતના બનાવ બાદ માનકુવા પોલીસ જાગી
- લોકોની સુરક્ષા માટે જી.આર.ડી. કર્મચારી અને સૂચક બોર્ડ મુકાશે રતિયા પંચાયત ઝાડીઓ તેમજ રેલિંગ લગાવે તેવી લોકોની માંગ
ભુજ,સોમવાર
માનવીય જીંદગીની તંત્રને કોઈ કિમત નાથી તે એક સત્ય હકીકત છે. ઘટના બને ત્યારે ઘોડા દોડે છે બાકી જૈસે થે તેવી પરિસિૃથતિ સર્જાતી હોય છે. રવિવારે ભુજની ભાગોળે રતીયા સીમમાં આવેલ ખારીનદીની કોતરમાં સેલ્ફી લેવા ગયેલા બે યુવાનો છીછરા પાણીમાં ડુબી જતા મોત નિપજ્યા હતા. નિર્જન વિસ્તારમાં વેડીંગ ડેસ્ટીનેશનની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સાથે અનેક લોકો કોતરોની જોવા આવે છે. જ્યાં અનેક વખત પગ લપસવાની પણ ઘટના બની ચુકી છે. ત્યારે માનકુવા પોલીસે અહીં લોકોની સુરક્ષા માટે જી.આર.ડી. કર્મચારી મુકવામાં આવશે તેવી વાત ફરી છે.
હાલમાં કોતરોની આસપાસ બાવળોની ઝાડીઓનું સામ્રાજ્ય જોવા મળે છે. રાત્રી દરમિયાન અંધારપટ જોઈ શકાય છે. ૨૦૦૧ના વિનાશક ભુકંપ પછી ખારીનદીની આસપાસ અનેક સોસાયટીઓ બની છે. પણ તેમ છતાં સુરક્ષા માટે પોલીસ ચોકી કાર્યરત નાથી. ખારી નદીની કોતરો જોવાલાયક હોવાથી દરરોજ પ્રવાસીઓ સાથે સૃથાનિકો પણ આવતા હોય છે. આવી સિૃથતિમાં પોલીસ કર્મચારીઓ ન હોવાથી મોટી ઘટના બને તો ક્યા જવુ તે એક સવાલ છે.
કોંગ્રેસના આગેવાન કાસમ સમાના જણાવ્યા પ્રમાણે ઉતરપ્રદેશના બે યુવાનોના મોતની ઘટના દુખદ છે, અહીં કાયમ માટે પોલીસ ચોકી ગોઠવાય તે માટે રજુઆત કરવામાં આવશે. દલિત સમાજ આગેવાન નરેશભાઈ મહેશ્વરીના જણાવ્યા અનુસાર નદીની કોતરોમાં ફોટોગ્રાફી કરવા અનેક લોકો આવતા હોય છે. જેઓની નદીની ઉંડાઈ ખબર નાથી. પરિણામે અકસ્માતે આવી ઘટના બનતી હોય છે. આ સૃથળ પર પોલીસ કર્મચારી કેમ રાખવામાં આવતા નાથી તે એક સવાલ છે. આજે આ નદી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે આવા એક નહીં દરેક સૃથળે પોલીસની હાજરી જરૃરી બની રહે છે. ભુજના જાગૃત નાગરીક અંશુલ વચ્છરાજાનીના કહેવા મુજબ ખારીનદીની આસપાસ સુચક બોર્ડ મુકવા જોઈએ, લાઈટની વ્યવસૃથા થવી જોઈએ, બાવળોની ઝાડીઓ દુર કરવી જરૃરી છે. ઘટના ન બને તે માટે એક રેલીંગ બનાવીને તંત્રના જવાબદાર કર્મચારીઓને સંચાલન સોપી દેવું જોઈએ. જેાથી અહીં આવનાર વ્યક્તિને ગાઈડ કરી શકે. રતીયાના સરપંચ આમદભાઈ ઓઢેજાના જણાવ્યા પ્રમાણે ખારીનદીમાં અકસ્માતની ઘટના ન બને તે માટે પંચાયત દ્વારા માનકુવા પોલીસનું ધ્યાન દોરવામાં આવશે. તેમજ પોલીસ ચોકી સૃથપાય તે માટે પણ રજુઆત કરાશે. ગઈકાલની ઘટનામાં ઉતરપ્રદેશના અમેઠીના અને હાલમાં ભુજ તાલુકાના માનકુવા ફ્રુટ માર્કેટમાં ફરજ બજાવતા ૧૮ વર્ષિય સાવન શિવપ્રસાદ વિશ્વકર્મા અને ૩૦ વર્ષિય નિરંજન રાકેશ પ્રતાપસિંઘનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાબતે માનકુવાના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન.વસાવાના જણાવ્યા પ્રમાણે ગઈકાલના બનેલી ઘટના બાદ સૃથળ પર એક જી.આર.ડી.ના કર્મચારી તેમજ સુચક બોર્ડ મુકવામાં આવશે.
ખારી નદીમાં ૫૦,૦૦૦ વર્ષ પૂર્વે ઉદ્દભવેલા આકર્ષક બેડ રોક ગોર્જ જોવા લોકો આવે છે
સંશોધકોના કહેવા મુજબ ખારી નદી ૫૦ હજાર વર્ષ પૂર્વે ભુકંપ અને આબોહવાના મિશ્રણાથી ઉદભવેલી છે. કુલ ૬૫ કિલોમીટર લાંબી ખારી નદીમાં વચ્ચે ૫૦૦ મીટરનો બેડ રોક ગોર્જ આવેલો છે. સામત્રાથી ઉદભવતી ખારી નદી બન્નીના રણમાં સમાઈ જાય છે. સામાન્ય રીતે નદી, દરીયામાં મળે છે પણ તે રણમાં સમાઈ જાય છે. જે પ્રવાસીઓ અને વેડીંગ ડેસ્ટીનેશન કરવા આવનારા વ્યક્તિઓ માટે ખારીનદી આકર્ષણનું કેન્દ્ર બની છે. જો કે, આ પથૃથરો વચ્ચે વહેતાં ઝરણામાં અનેક લોકો ન્હાવા પડે છે. સેલ્ફી લેવાની લ્હાયમાં લોકોની જીંદગી જોખમમાં મુકાઈ શકે છે.