સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં માનકુવાના આરોપીને 20 વર્ષની જેલ
ચાર વર્ષ જુના કેસમાં ભુજની સ્પે. પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો
સગીરાને બાઇક ઉપર લઇ જઇ વાડીમાં ત્રણ દિવસ ગોંધી રાખી બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ થઈ હર્તી
ભુજ: માંડવી તાલુકાના ગામની સગીર કન્યાનું અપહરણ કરી વાડીમાં ગોંધી રાખી બે વખત દુષ્કર્મ ગુજારનાર માનકુવાના આરોપીને ભુજની સ્પે. પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ વળતર પેટે ભોગબનાર કન્યાને ચુકવી આપવા આદેશ કર્યો હતો.
માંડવી તાલુકાના ગામની સગીર કન્યાનું અપહરણ કરી વાડીમાં ગોંધી રાખી બે વખત દુષ્કર્મ ગુજારનાર માનકુવાના આરોપીને ભુજની સ્પે. પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ વળતર પેટે ભોગબનાર કન્યાને ચુકવી આપવા આદેશ કર્યો હતો.
કેસની હકીકત મુજબ બનાવ ગત ૨૫ ફેબ્આરી ૨૦૨૧ના રોજ બન્યો હતો. માનકુવા ગામે રહેતો આરોપી અરવિંદ ઉર્ફે લાલજી બટુક કોલી સગીરાને લગ્નની લાલચ આપીને મોટર સાયકલ પર અપહરણ કરી પોતાના ઘર બાજુ લઇ આવ્યો હતો. ત્યાંથી પગે ચાલીને એક વાડીમાં લઇ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરૂધ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે ગઢશીશા પોલીસ મથકમાં ૧ માર્ચ ૨૦૨૧ના ફરિયાદ નોંધાઇ હતી. કેસની ચાર્જસીટ મુકાયા બાદ ભુજની કોર્ટ કેસ ચાલી જતાં ૧૮ દસ્તાવેજી પૂરાવા અને ૧૩ સાક્ષીઓને તપાસ્યા બાદ ભુજની સ્પે. પોક્સો કોર્ટના જજ વી.એ.બુધ્ધાએ આરોપી અરવિંદ કોલીને આઇપીસી કલમ ૩૭૬(૨) (એન) હેઠળ ૧૦ વર્ષની સખત કેદ અને ૧ લાખ રૂપિયા દંડ તથા પોક્સો એક્ટની કલમ ૫ (એલ), ૬ મુજબ ૨૦ વર્ષની સખત કેદ તથા બે લાખના દંડની સજા ફટકારી છે. દંડની રકમ ત્રણ લાખ ભોગબનાર કન્યાને વળતર તરીકે ચુકવી આપવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.