માંડવીઃ જાણીતા લક્ષ્મીનારાયણ મંદિરની બારી તોડી ચોર ઘૂસ્યાં
- મંદિરની બારી તોડી દાનપેટી અને કબાટની તિજારીમાં રોકડ ઉઠાવી ગયા
ભુજ, બુધવાર
માંડવી શહેરના પ્રખ્યાત લક્ષ્મીનારાયણના મંદિરમાં મંગળવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરની બારીના તોડી અંદર પ્રવેશીને લોખંડના કબાટની તિજોરીમાંથી તેમજ દાનપેટીમાંથી રૃપિયા ૧૨ હજારની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઇ ભાવિકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સૃથળ પર ધસી જઇ છાનબીન હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલા લક્ષ્મીનારાયણના મંદિરની બારી તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ભગવાનના વાઘા ભરેલા કબાટનું લોક તોડી તિજોરીમાં રહેલી રોકડ તેમજ મંદિરની દાન પેટી તોડીને અંદરાથી અંદાજે રૃપિયા ૧૨ હજારની ચોરી કરી જવાનો બનાવ બન્યો હતો. માંડવી પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સૃથળ પર જઇને પંચનામા સહિતની કાર્યવાહી આરંભી હતી. આ અંગે માંડવી પોલીસ માથકના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.શિમ્પી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મંદિરમાંથી પરચુરણની ચોરી થઇ છે. પોલીસ તપાસ ચલાવી રહી છે. ઘટના અંગે હજુ સુાધી કોઇ ફરિયાદ આપવામાં આવી નાથી. હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે.