Get The App

ધર્મશાળા નજીક ક્રેનમાંથી ડીઝલ ચોરી કરનાર એક શખ્સ પકડાયો : બીજો ફરાર

Updated: May 18th, 2024


Google NewsGoogle News
ધર્મશાળા નજીક ક્રેનમાંથી ડીઝલ ચોરી કરનાર એક શખ્સ પકડાયો : બીજો ફરાર 1 - image


પોલીસે આરોપીના કબજામાંથી રૂપિયા ૯,૩૦૦નું ડીઝલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો 

ભુજ: ભુજ તાલુકાના ખાવડા નજીક કચ્છ સરહદે ધર્મશાળા પાસે ગુરૂવારે રાત્રે પેટ્રોલીંગ દરમિયાન ખાવડા પોલીસે બોલેરો કેમ્પરમાંથી શંકાસ્પદ ચોરાઉ ડીઝલ સાથે કુરન ગામના ચાલકને ઝડપી પાડયો હતો. તેના કબ્જામાંથી રૂપિયા ૯,૩૦૦ની કિંમતના ૧૦૦ લીટર, કેરબા, નળી, બોટલો સહિતનો સરસામાન જપ્ત કર્યો હતો. જ્યારે બીજો આરોપી નાસી ગયો હતો. 

ખાવડા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર ડી.જે.સરવૈયાના માર્ગ દર્શન હેઠળ તેમના તાબાના પોલીસ કર્મચારીઓ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે શંકાના આધારે એક બોલેરો કેમ્પર જીપને અટકાવી તલાસી લેતાં જીપમાંથી ચોરાઉ ૧૦૦ લીટર ડીઝલ, અને કેરબા મળી આવ્યા હતા. જીપ ચાલક હરીસિંહ મંગાજી સોઢા (ઉ.વ.૨૦) રહે કુરન ગામ વાળાએ આ ડીઝલ ધર્મશાળા નજીક રોડ પર ઉભેલા ક્રેનમાંથી ચોરી કરી હોવાનું પોલીસને જણાવતાં પોલીસે હરીસિંહ સોઢાને ઝડપી લીધો હતો. જ્યારે બાજુમાં બેઠેલો શંકરસિંહ મહોબતસિંહ સોઢા નામનો શખ્સ નાસી છુટયો હતો. બનાવ બાબતે ધર્મશાળા નજીક રોડનું કામ કરતા કોન્ટ્રાકટર હીરજી વિશ્વામ હડીયા ખાવડા પોલીસ મથકમાં ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.



Google NewsGoogle News