ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જોઃ વસ્તી અને વિકાસની રીતે જરૃરી પણ સૌથી નાનો તાલુકો વિખેરાઈ જશે
ગાંધીધામ, તા. ૨
ત્રણ-ચાર મહિના પહેલા એવી અફવા ઉડી હતી કે ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. જે વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી પરિણામે ગાંધીનગર કક્ષાએાથી આ વાતની ચોખવટ કરાઇ હતી કે આ માત્ર અફવા છે આવો કોઈ નિર્ણય લેવાયો નાથી. પરંતુ હવે મહાનગરપાલિકા બનશે એ વાત અફવા નાથી હકીકત છે. કેમ કે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરતાં સમયે આ વાત જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત થતાં જ ન માત્ર ગાંધીધામ પણ સમગ્ર કચ્છ જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ છે કારણ કે સમગ્ર કચ્છમાં એકમાત્ર મહાનગરપાલિકા ગાંધીધામ બનશે. સરકારના આ નિર્ણય થકી હવે ગાંધીધામનો વિકાસ જેટ ગતિએ થશે તે વાતમાં કોઈ શંકા નાથી પરંતુ સમગ્ર કચ્છનો સૌથી નાનો તાલુકો ગાંધીધામ આ નિર્ણય થકી વિખેરાઈ જાય તેવી ભીતિ પણ રહેલી છે.
ગાંધીધામને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવતા આ બાબતે ગાંધીનગર કક્ષાએાથી સર્વે કામગીરી કરવામાં આવશે જેમાં રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે પાયાની સુવિાધાઓ ક્યાં સુાધી પહોંચાડી શકાય તેમ છે તે વિશે સર્વે કર્યા બાદ મહાનગરપાલિકાનો વિસ્તાર નક્કી કરવામાં આવશે. જેને અંદાજિત દોઢ વર્ષ જેટલો સમય લાગી જાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગાંધીધામ તાલુકામાં ૮ ગામોનો સમાવેશ થાય છે. જેમાં અંતરજાળ, ગળપાદર, કિડાણા, પડાણા, શીણાય, મીઠીરોહર, ખારીરોહર અને ભારાપરનો સમાવેશ થાય છે. જ્યારે હવે ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવાની વાત આવી ત્યારે જે મુજબ દરખાસ્ત કરવામાં આવી હતી તેમાં ગળપાદર, શીણાય, અંતરજાળને સિટીમાં એટલે કે મહાનગરપાલિકામાં સમાવી લેવાની વાત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો આ વાત સાચી હોય અને આ ત્રણ ગામોને શહેરમાં સમાવી લેવામાં આવે તો ૮ ગામનો તાલુકો ૫ ગામનો થઈ જાય અને જે ગામોમાં સરપંચ, સભ્યો ચૂટાયેલા છે તેનું શું એ પણ પ્રશ્ન ઉદ્દભવે. આ ઉપરાંત અંજાર તાલુકાનાં મેઘપર-બોરીચી, મેઘપર-કુંભારડી અને વરસામેડીનો અમુક હિસ્સો પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તેવી વાત પણ જાણવા મળી છે. જો આવું થાય તો મોટો વિરોધ ઉત્પન્ન થાય તેવું પણ બને તેમ છે.
ગાંધીધામની હાલની વાત કરીએ તો કંડલા જેવો મહાબંદર ખૂબ નજીક હોવાથી ટ્રાન્સપોર્ટ, શિપિંગ અને ઔાધોગિક ક્ષેત્રે શહેર ખૂબ આગળ પડતો હોવાથી કચ્છની આાથક નગરી તરીકે પણ ઓળખાય છે. વરસામેડી ખાતે આવેલ કંડલા એરપોર્ટ અને અન્ય સુવિાધાઓ પણ ખૂબ નજીક હોવાથી આ વિસ્તારમાં દેશ બહારાથી ઔાધોગિક હેતુ માટે આવતા લોકોની સંખ્યા પણ વાધુ જોવા મળતી હોય છે ત્યારે લોકોને જોઈએ તેવી સવલતો ગાંધીધામ ખાતેાથી મળતી ન હોવાથી લોકો નારાજ પણ થતાં હોય છે જેાથી હવે આવતા દોઢ-બે વર્ષમાં જ ગાંધીધામનો કાયાપલટ થશે અને તમામ સુવિાધાઓ લોકોને મળતી થઈ જશે જેના કારણે ગાંધીધામ સંકૂલનો વિકાસ સતત વાધતો રહેશે તેવી આશા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
૨૦ વર્ષથી કરવામાં આવતી માંગ આખરે સંતોષાઈ
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા લગભગ છેલ્લા ૨૦ વર્ષોથી રજુઆત કારવામાં આવી રહી છે, જેને અનુલક્ષીને બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણામંત્રી ગાંધીધાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પૂંજના જણાવ્યા અનુસાર ચાર્જ સંભાળ્યા બાદ પુરતી વિગત સાથેનું આવેદન પત્ર સોંપી રાજ્યના મુખ્યમંત્રી તેમજ સક્ષમ અિધકારીઓ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરની ઘણા સમયાથી સતત માંગ અને રજુઆતને શહેરની ૧૫૦થી વાધુ સામાજિક સંસૃથાઓએ પણ સહકાર આપ્યો હતો અને રજૂઆત કરી હતી.
મનપાનો દરજ્જો મળતા માર્ગો સારા બનશે, પાણી ભરાવવાની સમસ્યા નહીં થાય
હાલમાં ગાંધીધામની વાત કરીએ તો ગાંધીધામ શહેરની વસ્તી ૪ લાખાથી વાધુની છે. જેના કારણે અ વર્ગની નગરપાલિકા હોવા છતાં લોકોને પ્રાથમિક સવલતો મળવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. શહેરના રસ્તા બિસ્માર થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાઈ રહી છે, સફાઈ થતાં તો ભાગ્યે જ જોવા મળે છે ત્યારે હવે મનપા નો દરજ્જો મળતા ગાંધીધામને જરૃર છે તે મુજબની ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેના કારણે બિસ્માર માર્ગો સારા બનશે, વરસાદી પાણીમાં ગાંધીધામ ડૂબી જતું હોય છે તે સમસ્યા પણ હવે નહીં રહે ઉપરાંત જે મુજબનું અને જે કક્ષાનું વિકાસ જોઈએ છીએ એ તમામ હવે ગાંધીધામને મળશે તેવી આશાઓ હવે લોકોમાં જાગી છે.