Get The App

ચિત્રોડમાં એક સાથે 8 મંદિરના તાળાં તૂટયા, ઘરેણાં-દાનપેટી ચોરાઇ

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ચિત્રોડમાં એક સાથે 8 મંદિરના તાળાં તૂટયા, ઘરેણાં-દાનપેટી ચોરાઇ 1 - image


તહેવારની રાત્રે તસ્કરોએ મંદિર અભડાવ્યા

મોડી સાંજ સુધી પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરી, ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ 

ગાંધીધામ: રાપર તાલુકાના ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સાથે આઠ જેટલા દેવ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી તહેવાર સમયે જ મંદિરોને અભડાવતા અને ગ્રામ્ય વિસ્તારમાં સામુહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે. બનાવ બાદ નાનકડા ગામમાં પોલીસ કાફલો દોડી આવી અને મોડી સાંજ સુધી પંચનમાં સહિતની કાર્યવાહી કરી હતી. 

આ અંગે ગાગોદર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે ગત રાતથી સવાર સુધીના અરસામાં આઠ જેટલા અલગ અલગ દેવ મંદિરોમાં ચોરીની ઘટના બની હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ કુલ ૮ જેટલા દેવ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. તેમાં આઈ દેવ માતાનું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાઈ માતાજી મંદિર, વાળંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોલી સમાજના મંદિરનો સમાવેશ થાય છે. આ ચોરીના બનાવમાં ચાંદીના છતર, માતાજીની મૂતઓ ઉપર ભાવિકોએ ચડાવેલા વિવિધ ઘરેણાઓ અને દાન પેટીની રકમ તસ્કરો ઉઠાવી ગયા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો હતો. જોકે પોલીસ મોડી સાંજ સુધી આ બનાવની તપાસ કરી રહી હોવાથી કયા મંદિરમાં કેટલા મત્તા ચોરાઇ તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું. 


Google NewsGoogle News