ગાંધીધામમાં માસુમ બાળકના હત્યારાને આજીવન કેદની સજા

- હત્યા કેસ : ૧૧૮ દિવસમાં સૌથી ઝડપી ચુકાદો

- મિત્ર અલગ મકાનમાં રહેવા જતા બદલો લેવા બાળકની હત્યા કરનારને આકરી સજા

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News

ગાંધીધામ, તા ૨૩ગાંધીધામમાં માસુમ બાળકના હત્યારાને આજીવન કેદની સજા 1 - image

ગાંધીધામમાં એક મકાનમાં સાથે રહેતા બે મિત્રોની પત્ની વચ્ચે મતભેદ થતા મિત્ર તેની પત્ની અને ૨ વર્ષનાં બાળકને લઈ અલગ મકાનમાં રહેવા જતો રહ્યો. જેાથી ઘરનાં ખર્ચમાં થતી બચત બંધ થઇ જતા બદલો લેવાની ભાવનાંથી આરોપીએ બે વર્ષનાં માસુમ બાળકની બેરહમીથી હત્યાં કરી નાખી હતી. જેમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. બાળકનાં હત્યાનાં ગુનામાં ગાંધીધામ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા કરી ૨૦ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. ગાંધીધામ કોર્ટે ૧૧૮ દિવસમાં દસ્તાવેજી અને મૌખિક પુરાવાને અનુંલક્ષી હત્યાંનાં ગુનાની ગંભીરતાને જોઈ કચ્છ ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો આપ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામમાં ૨૮ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બે વર્ષનાં માસુમ બાળકનાં હત્યાનું બનાવ બન્યો હતો. જેમાં આરોપી રૃદલ રામલખન યાદવ (ઉ.વ.૪૦, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગાંધીધામ મૂળ રહે. બિહાર) અને તેનો હમવતની મિત્ર રૃદલ સરયુગ યાદવ પાંચ હજારના ભાડાના ઘરમાં સંયુક્ત રીતે રહેતાં હતાં. બેઉના ઘરની રસોઈ પણ એક જ ચૂલે થતી હતી. બેઉની પત્નીઓ વચ્ચે મતભેદ શરૃ થતાં રૃદલ સરયુગ યાદવ તેની પત્ની અને બે વર્ષના પુત્ર અમનને લઈ બીજે રહેવા જતો રહ્યો હતો. મિત્ર અલગ રહેવા જતાં આરોપી રૃદલને મકાન ભાડા અને કરિયાણાના ખર્ચ પેટે દર મહિને થતી અઢી હજારની બચત બંધ થઈ ગઈ હતી. ઉશ્કેરાઈને તેણે બદલાની ભાવનાથી મરણ જનાર અમનનું અપહરણ કરીને કાસેઝના લાલ ગેટ નજીક ઝાડીઓમાં લઈ જઈ બાળકને માથાનાં ભાગે પથૃથર પર બેરહેમીથી પછાડી તાથા માથામાં નિર્દયતાપૂર્વક પથૃથરના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેમાં પોલીસે હત્યાંનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડયો હતો. જેમાં બનાવની ગંભીરતાને જોઈ પોલીસે ફક્ત એક જ અઠવાડિયાની અંદર તમામ તપાસ પૂર્ણ કરી પૂરાવાઓ સાથે ૫૫૦ પાનાં લાંબી ચાર્જશીટ દાખલ કરી હતી.

બે વર્ષનાં માસુમ બાળકની હત્યાંનો કેસ ગાંધીધામનાં બીજા અિધક સેશન્સ જજ બસન્તકુમાર જી. ગોલાણીની કોર્ટમાં ચાલ્યો હતો.જેમાં કોર્ટે ફક્ત ૧૮ મુદ્દતમાં ૩૯ સાક્ષીઓને તપાસ્યાં હતાં. ૬૩ દસ્વાતેજી પૂરાવા અને ૩૯ મૌખિક પૂરાવાને અનુલક્ષીને કોર્ટે કેસ સમિટ થયાનાં ફક્ત ૨ માસ ૨૫ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને જજમેન્ટ આપ્યું છે.કાર્ટે હત્યા બદલ રૃદલને જનમટીપ ફટકારવા ઉપરાંત અપહરણ બદલ પણ ૧૦ વર્ષની કેદ અને ૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.


Google NewsGoogle News