હાઈકોર્ટના આદેશની અવગણના કરી કચ્છ યુનિ.એ હાથ ધરેલી ભરતી પ્રક્રિયા
મનગમતા સ્ટાફની જ ભરતી કરવાનું સુનિયોજિત ષડયંત્ર!
બાવન કર્મચારીઓના કેસનો નિવેડો ન આવે ત્યાં સુધી વર્ગ- ૩-૪ના કર્મચારીઓની ભરતી નહીં કરવા કોર્ટનો કચ્છ યુનિ.ને આદેશ છતાં અવગણના
કચ્છ યુનિ.માં કુલપતિ દ્વારા બિન શૈક્ષણિક કર્મચારીઓની અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસર અધિકારીઓની પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં, મનમેળ યુકત ઉમેદવારોને જ લેવા માટેનું આખું સુનિયોજિત સાયલન્ટ મોડમાં ષડયંત્રનો ચક્રવ્યુહ રચી ભ્રષ્ટાચાર કરાયું છે. આ સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ કરવાની માંગ ઉઠી રહી છે ત્યારે બાવન કર્મચારીઓનો કોર્ટમાં કેસ ચાલે છે જે કેસનો જયાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી વર્ગ- ૩-૪ના કર્મચારીઓની ભરતી ન કરવા કચ્છ યુનિ.ના સતાવાળાઓને સુચના છે તેમ છતાં કોર્ટના આદેશની અવગણના અને નીતિ નિયમોથી ઉપરવટ જઈને યુનિ.ના સતાવાળાઓએ ભરતી પ્રક્રિયા હાથ ધરી દીધી અને તેમાં પણ અગાઉથી નક્કી થયેલા ઉમેદવારોને જ લેવાની ગોઠવણ થઈ ગઈ છે. આ અંગે યોગ્ય તપાસ કરી ભરતી પ્રક્રિયા રદ કરી અને યુનિ.ના સતાવાળાઓ સામે પગલાં ભરવા કચ્છ કોંગ્રેસના નિતેશ લાલન દ્વારા મુખ્યમંત્રી, કેબીનેટ શિક્ષણ મંત્રી સહિતનાઓ સમક્ષ રજુઆત કરાઈ છે.